રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટી શેરી નંબર-3 માં રહેતી 19 વર્ષીય વિધાર્થીનીએ એ ડિવિઝન પોલીસમાં આરોપી તરીકે નાગરાજ દેવજી વઘેરા, યુવરાજ, સાહીલ અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ હું બી.કોમ. સેમ-૦૫ માં અભ્યાસ કરૂ છું તથા સત્યમેવ જયતે એકેડમી ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરૂ છું. ગત તા. તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ હું મારા ઘરેથી સત્યમેવ જયતે એકેડમી જે એસ.ટી. બસ સ્ટેન્ડના ત્રીજા માળે આવેલ છે ત્યાં જવા રીક્ષામાં નીકળેલ હતી.
આજે તને મારી નાખીશ, જીવતી ઘરે નહીં જવા દઉ કહી ધમકી આપી
ક્લાસીસનો સમય સવારના આઠ વાગ્યાથી રાત્રીના આઠ સુધીનો હોય બપોરના સાડા ચાર વાગ્યાની આસપાસ હું કલાસીસ ખાતે હતી. ત્યારે હું તથા મારા ક્લાસીસના દીપ ઓડેદરા સર લોબીમાં ઉભા હતા. ત્યારે મારા દૂરના મામાના દીકરો નાગરાજ દેવજીભાઈ વઘેરા (રહે.ન્યુ સર્વોદય સોસાયટી, શેરી નં-૦૬, નવા થોરાળા) ત્યાં ધસી આવ્યો હતો અને અમારો વીડિયો ઉતારવા લાગેલ હતો. જેથી મે અને ઓડેદરા સરએ વીડિયો ઉતારવાની ના પાડતા નાગરાજ દીપ સરને મારવા લાગેલ હતો. સામસામે ઝપાઝપી થતાં હું તેમને છોડાવવા ગયેલ તો મને પણ ઝાપટ મારવા લાગેલ હતો. આજે તને મારી નાખીશ, જીવતી ઘરે નહીં જવા દઉ કહી ધમકી આપવા લાગેલ હતો.
મને ધક્કા મારી માર મારવા લાગેલ હતા
નાગરાજની સાથે આવેલ તેનો મિત્ર ત્યાં ઉભેલ હોય જેણે ફોન કરીને નાગરાજના ભાઈ યુવરાજ તથા નાગરાજના મામાના દીકરા સાહીલને બોલાવી લીધા હતા. બાદમાં ચારેયએ સાથે મળીને મને ધક્કા મારી માર મારવા લાગેલ હતા. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા મારી સાથે નાગરાજની સગાઈ બાબતનું માંગુ નાખેલ હોય પણ મારા ઘરેથી ના પાડેલ હોય જેનો ખાર રાખી આ કૃત્ય આચર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech