બહારગામ જતી વેળાએ સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયો મુકવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પરંતુ આ બાબત જોખમી સાબિત થઈ શકે છે જે બાબતની પ્રતીતિ કરાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. નાના મવા પાસે દેવનગરમાં રહેતો પરિવાર રાજસ્થાન ફરવા માટે ગયો હતો જેનું સ્ટેટસ તેણે ઇન્સ્ટાગ્રામ પર મૂકયું હોય દરમિયાન તેના મિત્ર આ ટેસ્ટ સ્ટેટસ જોઈ ઘર બધં માલુમ પડતાં બધં મકાનમાંથી ૧.૧૩ લાખની મત્તાનો હાથફેરો કરી લીધો હતો. એલસીબી ઝોન–૨ ની ટીમે કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટી આવાસ યોજનામાં રહેતા આ શખસને ઝડપી લઇ તેની પાસેથી સોના–ચાંદીના ઘરેણા અને રોકડ રકમ સહિત ૩. ૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આરોપીએ અહીં આવાસ યોજના કવાર્ટરમાં જ પાડોશમાં રહેતા પરિવારના બધં મકાનને પણ નિશાન બનાવ્યું હતું જે બંને ચોરીના ભેદ ઉકેલાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન–૨ ના પી.એસ.આઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ મિલકત સંબંધી ગુનાઓને ઉકેલવા માટે તપાસમાં હતી. દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, કાલાવડ રોડ પર વૃંદાવન મેઇન રોડ પર એક ચોરીના દાગીના વેચવાની પેરવીમાં છે જેથી ટીમે અહીં પહોંચી ઈરફાન અલીમિયા કાદરી (ઉ.વ ૨૪ રહે. કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી, પાસે સમૃદ્ધિ આવાસ યોજના કવાર્ટર બ્લોક નંબર– ૪ કવાર્ટર નંબર ૧૦૨૧) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી સોનાના દાગીના કિં.. ૨.૧૨ લાખ ચાંદીના દાગીના કિં. . ૭૭,૪૪૯ રોકડ પિયા ૨૯ ૬૨૦ એકસેસ, મોબાઈલ સહિત કુલ પિયા ૩,૭૪,૮૧૯ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ આરોપી ઇરફાને તાજેતરમાં થયેલી બે ચોરીની કબુલાત આપી છે જેમાં નાનામવા રોડ પર દેવનગરમાં રહેતા રાહત્પલ રમેશભાઈ દાફડાના બધં મકાનમાંથી પિયા ૧.૧૩ લાખની મત્તા ચોરી કરી હતી તેમજ અહીં સમૃદ્ધિનગર આવાસ યોજના કવાર્ટરમાં તેમના જ બ્લોકમાં રહેતા મનસુખ બચુભાઈ ચુડાસમા પરિવાર સાથે બહાર ગામ ગયા હોય તેમના બધં મકાનમાંથી પિયા ૧,૨૦,૫૦૦ ની મત્તાની ચોરી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ઈરફાન દેવનગરમાં રહેતા રાહત્પલનો મિત્ર હોય અને બને સોશિયલ મીડિયા પર પણ ફ્રેન્ડ હોય રાહત્પલે પોતે પરિવાર સાથે બહારગામ જતો હોવા અંગેનું સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ પર મૂકયું હોય જે સ્ટેટસ જોઈ મકાન બધં હોવાનું માલુમ પડતા ઈરફાને આ બધં મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી હતી.જયારે તેના જ બ્લોકમાં રહેતા પાડોશીનું મકાન બધં હોવાની જાણ થતા ત્યાં પણ હાથફેરો કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMવેકેશન કરવા વતનમાં ગયેલી 11 વર્ષની તરુણીનું વીજશોકથી મોત
May 15, 2025 02:23 PMજામનગર-મુંબઇ દૈનિક ફલાઇટનું પુન: આવાગમન શરૂ, મુસાફરોમાં હાશકારો
May 15, 2025 01:26 PMજામનગર શહેરમાં વિદેશી દારૂ અંગે એલસીબીના બે દરોડા
May 15, 2025 01:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech