બજેટ સત્રમાં પણ છવાઈ ટીમ ઈંડિયા, નાણામંત્રીએ ટેસ્ટ સીરીઝ જીતવા પર કર્યા સંસદમાં વખાણ
બજેટ સત્રમાં પણ છવાઈ ટીમ ઈંડિયા, નાણામંત્રીએ ટેસ્ટ સીરીઝ જીતવા પર કર્યા સંસદમાં વખાણ
February 01, 2021 03:43 PM
નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારમાં રજૂ થયેલું પોતાનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના ભાષણની શરુઆતમાં ભારતીય ક્રિકેટ ટીમના વખાણ કર્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતવા પર નાણામંત્રી ગદગદ જોવા મળ્યા હતા.
તેમણે બજેટ માટેના પોતાના ભાષણમાં કહ્યું હતું કે જે ખેલાડીઓ અગાઉ છેલ્લી લાઈનમાં જોવા મળતા હતા તેમણે આગળ આવી પરફોર્મ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે વર્ષ 2021ના વર્ષની શરુઆત ધમાકેદાર અંદાજમાં કરી હતી. ટીમમાં ઘણા અનુભવી ખેલાડીઓની ગેરહાજરી હતી તેવામાં યુવા ખેલાડીઓએ ટીમ ઈંડિયાને ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર ટેસ્ટ સીરીઝમાં 2.1થી હરાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે બજેટ સત્રમાં નાણામંત્રીએ વખાણ કર્યા તે પૂર્વે એટલે કે 31 જાન્યુઆરીના રોજ મન કી બાત કાર્યક્રમમાં પણ વડાપ્રધાન મોદીએ પણ ટીમ ઈંડિયાના વખાણ કર્યા હતા.