જૂનમાં પણ ગરમી ભૂક્કા કાઢશે આઈએમડીએ આપી ચેતવણી

  • May 29, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાયોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજસ્થાનના ચુ અને હરિયાણાના સિરસામાં મંગળવારે (૨૮ મે, ૨૦૨૪) તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. યારે દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં ૪૯ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.
મે મહિનાના મોટા ભાગના દિવસોમાં ગરમી યથાવત રહી હતી. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ એ છે કે જૂનમાં હવામાન કેવું રહેશે? જૂનમાં ગરમીથી રાહત મળશે? દરમિયાન, આ પ્રશ્નોના જવાબ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં પણ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં ગરમીનું મોજું આવવાની સંભાવના રહેશે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું કે જૂન મહિનામાં દેશના અંધારાવાળા રાયોમાં ગરમીનું મોજું રહેશે. આઇએમડીએ જણાવ્યું હતું કે, દક્ષિણ દ્રીપકલ્પના ભારતના ઘણા ભાગો સિવાય, જૂનમાં દેશના મોટાભાગના ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતા છે.
હવામાન વિભાગએ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં જૂનમાં તાપમાન સામાન્ય કરતા વધુ હોઈ શકે છે. આઈએમડીના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતા છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ પણ વધશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂન મહિનામાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર–પશ્ચિમ ભારતના રાયોમાં, તીવ્ર ગરમીનું મોજું સામાન્ય કરતાં વધુ દિવસો સુધી રહી શકે છે.મહાપાત્રાએ કહ્યું, ઉત્તર–પશ્ચિમ ભારતમાં, સામાન્ય રીતે જૂન મહિનામાં ગરમીનું મોજું ત્રણ દિવસ સુધી રહે છે, પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં બે–ચાર દિવસ વધુ રહી શકે છે.
મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે મે મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં ૯થી ૧૨ દિવસ સુધી ગરમીનું મોજું રહ્યું હતું. મહાપાત્રાએ કહ્યું, મે મહિનામાં ગરમીનું મોજું બે તબક્કામાં આવ્યું હતું. તીવ્ર ગરમીના મોજાનો પ્રથમ તબક્કો ૧ મે થી ૫ મે સુધી ચાલ્યો હતો. હીટ વેવનો બીજો તબક્કો ઉત્તર–પશ્ચિમ ભારતમાં ૧૬ મેથી શ થયો હતો અને અત્યાર સુધી ચાલુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News