રાજકોટ શહેરના ૫,૬૦,૦૦૦ મિલ્કતધારકો માટે ખુશ ખબર છે કે રાયમાં જંત્રી વધવાની સાથે મિલ્કતવેરા દર વધશે પરંતુ જંત્રી દર વધે તો પણ રાજકોટમાં હાલના તબક્કે મિલ્કતવેરો વધારવાની કોઇ જ વિચારણા નહીં હોવાનું જાણવા મળે છે, ખાસ કરીને આગામી વર્ષ ચુંટણી વર્ષ હોય મિલ્કતવેરો વધવાની શકયતા તદ્દન નહિવત છે. જો જંત્રી દર વધારાની અસરના ભાગપે મિલ્કતવેરો વધારવાનો થશે તો પણ આગામી વર્ષના બદલે ત્યાર પછીના વર્ષે વધારવામાં આવે તેવી સંભાવના છે.
ગુજરાત રાયમાં હાલ મહેસુલ વિભાગ દ્રારા નવી જંત્રી લાગુ કરવા તૈયારીઓ ચાલી રહી છે અને તેના સૂચિત દરો જાહેર કરાયા છે જે વર્તમાન દર કરતા બમણાંથી લઇને ચારથી પાંચ ગણા વધુ છે. જો કે હજુ આ તો સૂચિત દરો છે,વાંધા સુચનોની એક મહિના પૂર્ણ થયા બાદ ફાઇનલ દરો સામે આવશે. રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્રારા એપ્રિલ–૨૦૧૮થી કાર્પેટ એરિયા બેઇઝ મિલ્કતવેરા આકારણીની પધ્ધતિ લાગુ કરાઇ છે જેથી જંત્રી દર વધારાની સીધી અસર મિલકત વેરા દર ઉપર આવે અને મિલ્કતવેરો પણ વધે. પરંતુ જંત્રી દર વધે તો પણ હાલના તબક્કે રાજકોટમાં મિલકત વેરા દર વધારવા માટે રાજકોટ મહાપાલિકાની કોઇ જ વિચારણા નહીં હોવાનું મ્યુનિ.સુત્રોમાંથી જાણવા મળે છે.
સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાપાલિકામાં કાર્પેટ એરિયા બેઇઝ મિલ્કતવેરા આકારણીમાં ચાર ફેકટર મુજબ વેરા ગણતરી કરવામાં આવે છે જેમાં (૧) એરિયા લોકેશન ગ્રેડ (અતિ પોશ, પોશ, મધ્યમ અને પછાત વિસ્તાર મુજબ એ,બી,સી, ડી ગ્રેડ) (૨) મિલકતનું આયુષ્ય (૩) મિલકતનો પ્રકાર (રહેણાંક, વાણિયક, ઔધોગિક, અન્ય વિગેરે) અને (૪) મિલકતનો ભોગવટા પ્રકાર (માલિક, ભાડુઆત) વિગેરેનો સમાવેશ થાય છે. આ ચાર ફેકટરમાં એરિયા લોકેશન ગ્રેડ મહેસુલી જંત્રીના આધારે નક્કી થતા હોય છે. આથી જંત્રી વધે તો તે મુજબ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના જંત્રી દરમાં પણ વૃધ્ધિ થાય તેવું બનવું જોઇએ પણ હાલ તબક્કે પદાધિકારીઓ કે તંત્રવાહકો તરફથી જંત્રી વધે કે તુરતં મિલ્કતવેરામાં વધારો કરવાની કોઇ વિચારણા નથી. જો કદાચ મિલ્કતવેરા દરમાં ત્વરિત વધારો લાગુ કરવો હોય તો પણ તે માટે ખુબ લાંબી એકસરસાઇઝ કરવી પડે અને તે માટે જરી પુરતો સ્ટાફ ઉપલબ્ધ નથી તેથી તે શકય બને તેમ નથી. તદઉપરાંત આગામી વર્ષ મહાપાલિકાનું ચૂંટણી વર્ષ હોય વેરા વધારો થવાની શકયતા નહીંવત છે. મહેસુલી જંત્રી દર વધારાની પ્રત્યક્ષ અસરના ભાગપે મિલ્કત વેરામાં વધારો કરવાનો જરથી થાય પણ રાજકોટમાં તેનો અમલ આગામી નાણાંકીય વર્ષને બદલે ૨૦૨૬–૨૦૨૭થી થાય તેવી સંભાવના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMભાટીયામાં તંત્રના પાપે પાણી માટે વલખાં મારતા નગરજનો
April 19, 2025 01:29 PMગુજરાત સમાચાર ડિરેક્ટર સ્મૃતિબેન શાહને પરિમલ નથવાણી દ્વારા શ્રધ્ધાસુમન
April 19, 2025 01:28 PMસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech