ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવામાં અને ત્યાર પછી મતદારોને ચૂંટણી ઓળખકાર્ડ આપવા માટે મહિનાઓના મહિનાઓ સુધી ચૂંટણી તત્રં દ્રારા કવાયત કરવામાં આવે છે અને કરોડો પિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં જો ભૂલ ભરેલું ચૂંટણી ઓળખ કાર્ડ હોય તો પણ તે ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માન્ય રાખવાનું રહેશે તેવો આદેશ ચૂંટણી આયોગ દ્રારા કરવામાં આવ્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકા, ૬૬ નગરપાલિકાઓ, ત્રણ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને બોટાદ વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી તથા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીનો કાર્યક્રમ રાય ચૂંટણી આયોગ દ્રારા મંગળવારે સાંજે જાહેર કરાયા પછી મતદાન માટે ચૂંટણી કાર્ડ સંદર્ભે નવા હત્પકમો રાય ચૂંટણી આયોગ દ્રારા કરવામાં આવ્યા છે.
રાય ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાયની ચૂંટણીમાં મતદાન માટે ફોટો ઓળખ પત્ર રજૂ કરવાનું રહેશે. જો મતદારોને આપવામાં આવેલ ચૂંટણી કાર્ડમાં કલેરીકલ ભુલ અથવા તો જોડણીની ભૂલ હોય તો આવી ભૂલ ધ્યાનમાં લેવાની રહેશે નહીં. મતદાર ફોટો ઓળખ પત્ર અન્ય વિધાનસભા મત વિસ્તારનું હોય તો પણ મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવાના હેતુસર તે માન્ય રાખવાનું રહેશે.
સામાન્ય રીતે આવી ભૂલ અથવા તો અન્ય વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી કાર્ડને કારણે મતદારોને મતદાનની પ્રક્રિયાથી દૂર કરવાના ભૂતકાળમાં અનેક બનાવો બન્યા છે. ત્યારે આ વખતે પંચાયતોની ચૂંટણીમાં આ પ્રકારના હત્પકમથી ભારે ચર્ચા જાગી છે.
ચૂંટણી આયોગે પોતાના આ નિર્ણયમાં વધુમાં જણાવ્યું છે કે જે મતદાર પાસે ચૂંટણી કાર્ડ ન હોય તે અન્ય ૧૪ પુરાવાઓ રજૂ કરીને મતદાન કરી શકે છે. આમાં ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ફોટા સાથેનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ માન્ય રાખવાનું રહેશે. આવી જ રીતે વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર પણ જો ચૂંટણીની તારીખથી ૧ મહિના પહેલા ઇસ્યુ હશે તો તે પણ માન્ય રાખવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મ્યુનિસિપલ ઇજનેરોનું ગણિત પાકું કે બીજું જ કાંઈ? એન્યુઅલ એટલે ૧૮ મહિના લખ્યું
April 25, 2025 03:28 PMમાધાપરમાં ડ્રેનેજ સહિત ૧૧૭ કરોડના વિકાસકામ મંજુર
April 25, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech