ચિલીના એક વ્યક્તિની ખુશીનો પાર ન રહ્યો જ્યારે તેને ભંગારમાંથી કરોડોનો ખજાનો મળ્યો. જોકે, આ ખજાનો કોઈ હીરા-જવેરાત નહીં, પરંતુ તેના પિતાની 60 વર્ષ જૂની પાસબુક હતી. આ પાસબુક આ વ્યક્તિને કરોડપતિ બનાવવાની ચાવી સાબિત થઈ.
ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ જૂની વસ્તુ મળી આવે તો વ્યક્તિ માલામાલ બની જાય છે. આવો જ એક કિસ્સો ચિલીમાં બન્યો હતો. જ્યારે તેને પિતાની સંગ્રહેલી વસ્તુઓમાંથી કરોડોનો ખજાનો મળ્યો, ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો. જોકે આ ખજાનો કોઈ હીરા-જવેરાત નહીં પરંતું તેના પિતાની 60 વર્ષ જૂની પાસબુક હતી. આ પાસબુકની મદદથી તે વ્યક્તિ કરોડપતિ બની ગયો છે.
ચિલીના રહેવાસી એક્સેકિલ હિનોજોસાને ઘરની સફાઈ દરમિયાન જુનો સામાન મળી આવ્યો, જેને પહેલા તો તેણે નકામી વસ્તુ ગણીને ફેંકી દેવાનું વિચાર્યું. પછી તેને ઘ્યાનથી જોયું તો તેના પિતાની 60 વર્ષ જૂની બેન્ક પાસબુક તેમાં પડી હતી. જે બેન્ક એકાઉન્ટ વિશે તેના પિતા સિવાય કોઈને જાણ ન હતી અને આશરે એક દાયકા પહેલાં તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું.
એક્સેકિલના પિતાએ 1960-70 માં એક બેન્કમાં ઘર ખરીદવા માટે લગભગ 1.40 લાખ (ચિલી મુદ્રા) જમા કરાવી હતી. જેની વર્તમાન કિંમત ડોલરમાં 163 અને ભારતીય રૂપિયામાં 13,480 હતી. પરંતુ એ સમયની તુલના કરીએ તો ખૂબ વધારે ગણાય.
એક્સેકિલની ખુશી વધુ સમય માટે ન રહી કેમકે જયારે તેણે બેન્કમાં આ વિશે તપાસ કરી ત્યારે એને ખબર પડી કે હકીકતમાં તે બેન્ક ઘણાં સમય પહેલાં જ બંધ થઈ ચુકી હતી અને હવે તે પૈસા મળવા લગભગ અસંભવ હતું. પરંતુ ત્યારે અચાનક તેની નજર પાસબુક પર લખેલાં શબ્દ પર પડી જેમાં લખ્યુ હતું, સ્ટેટ ગારંટીડ (State Guaranteed), એટલે કે બેન્ક પૈસા આપવામાં વિફળ થાય તો સરકાર તેની ચુકવણી કરશે. જોકે, એક્સેકિલે વર્તમાન સરકારે પૈસા માંગ્યા તો સરકારે આપવાનો ઈન્કાર કરી દીધો.
એક્સેકિલ પાસે કાયદાકીય લડાઈ લડ્યા સિવાય કોઈ બીજો વિકલ્પ નહતો. તેણે સરકાર પર કેસ કર્યો અને કોર્ટમાં દલીલ કરી કે આ પૈસા તેના પિતાની મહેનતની કમાણી છે અને સરકારે તેને પરત આપવાની ગેરંટી આપી છે. દલીલ સાંભળ્યા બાદ કોર્ટે સરકારને વ્યાજ અને મોંઘવારી ભથ્થા સહિત તેને 1 બિલિયન પેસો એટલે કે 1.2 મિલિયન ડોલર રકમ પરત આપવાનો આદેશ કર્યો.
જો કે સરકારે નીચલી કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કર્યો છે. ત્યાં પણ આ વ્યક્તિ કેસ જીતી ગયો અને કરોડપતિ બની ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech