ઈથોપિયા પવિત્ર સંદૂકને બચાવવા 800 શ્રધ્ધાળુંઓએ મોતને કર્યું વ્હાલું
ઈથોપિયા પવિત્ર સંદૂકને બચાવવા 800 શ્રધ્ધાળુંઓએ મોતને કર્યું વ્હાલું
February 23, 2021 06:07 AM 434 views
ઈથોપિયામાં એક અત્યંત પવિત્ર Ark of covenantને બચાવવા માટે ઘણા લોકોએ પોતાનો જીવ આપી દીધો છે. આ આર્ક ઇથોપિયાના તિગરે વિસ્તારમાં સેંટમેરી ચર્ચમાં સુરક્ષા કર્મીઓની દેખરેખ હેઠળ સુરક્ષિત રહેતું હતું અને ઈસાઈ ધર્મમાં તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર લગભગ 800 લોકોને સેંટ સેંટમેરી ચર્ચ આસપાસ મારી નાંખવામાં આવ્યા છે અને કેટલાય દિવસો સુધી મરેલા લોકોની લાશ રોડ ઉપર પડી રહી હતી. ગેટુ માક નામના એક યુનિવર્સિટી પ્રોફેસરે ત્યાના ભયાનક માહોલ વિશે વાત કરી હતી. તેને એક અંગ્રેજી પ્રેસ મિડિયાને જણાવ્યું હતું કે જ્યારે લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ ચર્ચ તરફ ભાગ્યાં કારણકે ત્યા રહેલા પાદરીઓની મદદ કરી શકે,. જે પવિત્ર આર્કની રક્ષા કરી રહ્યાં છે. આમ પવિત્ર સંદૂકને બચાવવા માટે લોકોએ પોતાનો જીવ આપી દીધો.
ઉલ્લેખનીય છે કે આ ઘટના નવેમ્બર મહિમામા બની હતી પરંતુ તે સમયે ત્યાં ઈંટરનેટ સેવાઓ અને મોબાઈલ સેવા ઉપર પીએમ અહમદે પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ ઇથોપિયાનો આખી દુનિયા સાથે સંપર્ક તુટી ગયો હતો. પરંતુ હવે ઈંટરટની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મહિનાઓ પહેલા ઘટેલી ઘટનાઓ સામે આવી રહી છે.