માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અને તેના વાલીઓના આધાર કાર્ડ મેચ કરવાની કામગીરી અત્યારે રાયભરની શાળાઓમાં ચાલી રહી છે. પરંતુ ૮૦ ટકા જેટલા કિસ્સાઓમાં વિધાર્થીઓ અને વાલીઓના આધાર કાર્ડ ભૂલ ભરેલા હોવાથી શાળા સંચાલકો માટે આ કામગીરી માથાના દુખાવા પ બની ગઈ છે. આ કામ ફટાફટ પૂરી કરવા માટે સરકાર તરફથી દબાણ કરવામાં આવે છે. પરંતુ આ મામલે વધુ સમય આપવાની માંગણી ગુજરાત રાય આચાર્ય સઘં સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ સંજયભાઈ પંડા દ્રારા શિક્ષણ મંત્રી સમક્ષ કરવામાં આવી છે.
સમગ્ર રાયની માધ્યમિક શાળાઓમાં અત્યારે આપાર આઈડીને લગતી કામગીરી ચાલુ છે. આ કામગીરી વિધાર્થીઓ અને તેના વાલીઓના આધાર કાર્ડની ચકાસણી કરવાની છે.
ગુજરાત રાય આચાર્ય સંઘના સૌરાષ્ટ્ર્ર ઝોનના ઉપપ્રમુખ સંજયભાઈ પંડાના જણાવ્યા મુજબ માધ્યમિક શાળાઓના રેકોર્ડ પર રહેલ વિધાર્થીઓની અટક, નામ, જન્મ તારીખ, પિતાનું નામ જે તે વિધાર્થીના વાલીઓના આધાર કાર્ડ સાથે સંપૂર્ણ મેચ કરવાનું હોય છે. જો બંને કાર્ડ મેચ થાય તો જ આપાર આઈડીની કામગીરી શકય બને છે. છેલ્લા બે મહિનાથી આ કામગીરીમાં ૮૦% થી વધુ શાળાઓમાં વિધાર્થીઓ અને વાલીઓમાં આધારકાર્ડમાં વિસંગતતા હોવાનું માલુમ પડું છે અને તેના કારણે આપાર આઈડીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.
૮૦% થી વધુ કિસ્સામાં વિધાર્થીઓ અને વાલીઓના આધાર કાર્ડ માં સુધારા વધારા જરી હોવાથી કામગીરીમાં વિલબં થતો હોય છે. પરંતુ આમ છતાં અધિકારીઓ દ્રારા મિટિંગમાં શાળા પર દબાણ લાવીને આ કામગીરી ફટાફટ પૂરી કરવા સૂચના આપવામાં આવતી હોય છે. આચાર્ય સંઘના જણાવ્યા મુજબ સંખ્યાબધં શાળાઓમાં શિક્ષકો, કલાર્ક અને સેવકોની મોટી ઘટ છે. આગામી દિવસોમાં ધોરણ ૧૦ અને ૧૨ ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શ થઈ રહી છે. શાળા સંચાલકો સહિતનો સમગ્ર સ્ટાફ આ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હોવાથી આપાર આઈડી ની કામગીરીમાં મુદત વધારો આપવાની જર છે.
આચાર્ય સઘં દ્રારા શિક્ષણ મંત્રી ઉપરાંત ગાંધીનગર ખાતે આવેલ કમિશનર ઓફ સ્કુલની કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech