ઉપલેટા પંકમાં હજારો હેક્ટરની જમીનનું ધોવાણ: કરોડોની નુકસાની

  • July 27, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંકમાં મેઘરાજાએ ભારે ખાનાખરાબી સર્જી છે નાગવદર, સમઢીયાળા, મેખાટીંબી, લાઠ, વડેખણ અને મેરવદર ગામની ‚બ‚ મુલાકાત લઈ મીડીયા સર્વે હા ધરાતા હજારો હેક્ટર જમીનમાં ધોવાણ અને કરોડો ‚પિયાનું નુકસાન જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. કપાસ, મગફળી અને સોયાબિનનો પાક સંપૂર્ણ સાફ ઈ જતાં ખેડૂતો પાયમાલ ઈ ગયા છે. હાલ તો સરકારના સર્વેના ભરોસે બેઠેલા ખેડૂતોના હામાં ક્યારે સહાય આવે તેની વરસાદની જેમ રાહ જોઈ રહ્યા છે. 



આજકાલની મીડીયાએ જ્યારે વિવિધ ગામોની ‚બ‚ મુલાકાત લઈ સર્વે કર્યો તેની તસવીર સોનો અહેવાલ મેળવી ખેડૂતોને વાચા આપવાનો પ્રયાસ હા ધર્યો હતો. જેમાં મેરવદર ગામે સરપંચ મનસુખભાઇ કીરીયાએ જણાવેલ કે અમારા ગામમાં તા.૧૮મીના રોજ એક ધારો ૨૦ ઈંચ જેવો વરસાદ વરસી ગયો હતો. જમીનો જળબંબોળ ઈ ગઈ હતી મોસમનો કુલ વરસાદ ૬૨ ઈંચ જેવો પડી ગયો છે તેને કારણે ગામના ઉગમણી તરફ વાંધારુ તરીકે ઓળખાતી જમીન કે ઉપલાવદર હનુમાન મંદિરની પાછળની સીમ જમીનમાં ઢાંક ગામની સીમ જમીનનું પાણી ફરી વળેલ હતું જ્યારે ગેડી વિસ્તારની જમીનમાં અમરાપર, માલણકા, સિધ્ધપુર ગામોના પાણી આવતા આ જમીનમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા અને આમણી તરફ મલાર અને ત્રિવેણી તરીકે ઓળખાતી જમીન તા ઢાંક રોડ ઉપર સારીકા વિસ્તારના જમીનમાં પ્રાંસલા અને વડેખણની સીમ જમીનનં પાણી ફરી વળતાં જમીનનું મોટાપાયે ધોવાણ યું છે. પાક સાફ ઈ ગયો છે ધોવાણને કારણે પાછો પાક વાવી શકાય તેમ ની હાલ પણ જમીનમાં ફુટી જવાી જમીન ઉપર પાણી વહી રહ્યું છે. 



જ્યારે નાગવદર ગામના કાંતીભાઈ વેકરીયા નામના ખેડૂતે જણાવેલ કે નાગવદર ગામની સેલ વિસ્તાર તરીકે ઓળખાતી જમીનમાં નાગવદર ગધેપર આશ્રમના પાછળના ભાગની વીજળીયાવાળું તરીકે ઓળખાતી જમીન તરફી મોટો પાણીનો પ્રવાહઆવતા સેલ વિસ્તાર છેક વરજાંગ જાળીયાના પાદર સુધી આ પાણી પહોંચતા સેલની સીમ જમીન સંપૂર્ણ ધોવાઈ ગયેલ હતી. ફળદ્રુપ માટી પાણીમાં તણાઈ જતાં જમીનમાં પાણા દેખાઈ ગયા છે. મગફળી અને કપાસનો પાક ધોવાઈ ગયો છે જમીનમાં ત્રણ વર્ષ સુધી કાંઈપણ ઈ શકે તેમ ની હાલ જમીનમાં પાછી માટી ભેળવી પડે તે લાખો ‚પિયાના ખર્ચ ખેડૂતોને પરવડે તેમ ની. ત્યારે ગામના ખેડૂતોની સીમ જમીન ધોવાણ ઈ ગઈ છે ને સરકાર દ્વારા સર્વેની રાહ જોઈને બેઠા છે જો વહેલાસર સહાય આવે તો શિયાળુ પાક વાવેતર કરી ઢોરને નિભાવી શકીએ. 



સમઢીયાળાના જમનભાઈ ‚પાપરા નામના ૭૦ વર્ષિય ખેડૂતે જણાવેલ કે ઓણસાલ એક અઠવાડીયામાં ૫૦ ઈંચ કરતા વધુ વરસાદ પડી ગયેલ છે પણ સરકારી ચોપડે ઓછો બતાવી ખેડૂતોને સહાયી ગુમરાહ કરી વંચિત રાખી રહ્યાનું જણાવેલ વધુમાં જમનબાપાએ જણાવેલ કે સમઢીયાળા ગામે દક્ષિણ તરફ જમીનમાં કારોટાની સીમ જમીનનું પાણી ફરી વળ્યા હતા. જ્યારે મેદીપારા વોંકળા તરીકે ઓળખાતી જમીનમાં ચિચોડ ગામ પાટણવાવ ડુંગરનું પાણી કારોટા પાસે આવેલ ચેકડેમ તુટી જતાં આ પાણી મેદાપારાની સીમ જમીનમાં ફળી વળતા જમીન ઉપર દરીયો દેખાવા લાગ્યો હતો. સમઢીયાળાી તલંગણા રોડ ઉપર આવેલ રેલણ જમીનમાં પણ પાણી ફરી વળ્યા હતા. જ્યારે ભાદર કાંઠાના કોબા વિસ્તાર તરીકે ઓળખાતી જમીનમાં ભાદર કાંઠાનું પાણી ફરી વળતાં સમગ્ર ગામની જમીન સંપૂર્ણ ધોવાઈ ગયેલ છે. સીમ જમીનના સેઢા-પારા પણ તૂટી ગયા છે હવે સામાન્ય વરસાદ પડે તો પણ પાણી ખેતરોમાં ઘુસી જઈ શકશે ભારે વરસાદને કારણે ખેડૂતોની જમીન ધોવાણ તાં હજારો હેક્ટર જમીનમાં કરોડો ‚પિયાનું નુકસાન યેલ છે. ખેડૂતો હવે પાંચ વર્ષ સુધી બેઠો નહીં ઈ શકે. સરકારે વહેલી તકે સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સીમ જમીન અને પાક ધોવાણને વળતર આપવા માંગણી કરી છે. 



મીખાટીંબીના ખેડૂત રાજુભાઈ વેકરીયાએ જણાવેલ કે ખેડૂતોને સારો વરસાદ અને સારો મોલ હોય ત્યારે માવઠું કે વાવાઝોડુ આવે ઓણસાલ કુદરત જાણે ‚ઠ્યો હોય તેમ ખેડૂતોને ભારે વરસાદી પાયમાલ કરી નાંખ્યા છે મેખાટીંબી ગામની પોરબંદર સાઈડની સીમ જમીનમાં મુરખડાના ખારા વિસ્તારનું પાણી આવતા સીમ જમીન અને પાક ધોવાઈ ગયો છે. ગામમાં આવવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા. ગોમતાના નાલા તરીકે ઓળખાતી આમણી તરફી પાણી આવતા જમીન સંપૂર્ણ પાણીમાં ગરક ઈ ગઈ હતી. જેના કારણે ત્રણ-ત્રણ દિવસ પાણી ભરાઈ રહેતા પાક અને જમીનમાં ધોવાણ ઈ જતાં ખેડૂતો પાયમાલ ઈ ગયા છે. જ્યાં સૌી વધુ વરસાદ પડ્યાનું અને ઘરોમાં પાણી ઘુસી જવાના કારણે ભારે ખાનાખરાબી જોવા મળી છે. 


લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાએ જણાવેલ છે કે અમારા ગામ છેલ્લ ા ચાર વર્ષી ચોમાસામાં સંપર્ક વિહોણું બની જાય છે ઓણસાલ ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘુસી ગયા હતા તેમજ ગામની સીમ જમીન ભાદર કાંઠાની કોબા તરીકે ઓળખાતી જમીનમાં મોજ-ભાદર અને વેણુ નદીના પાણી ભેગા તાં જમીનનું ધોવાણ યેલ હતું. જ્યારે ગામની આમણી સાઈડ સોબત તરીકે ઓળખાતી જમીન પાટણવાવ, તલંગણા અને સમઢીયાળાની સીમ જમીનનું પાણી ફરી વળતાં જમીન સંપૂર્ણ ધોવાઈ ગયેલ છે. તેમજ હાલમાં પણ અમુક જમીનમાં પાણી ઘુસ્યા છે જ્યારે ગામની નજીક જમીનમાં ગામનું પાણી ફરી વળતાં આ જમીનમાં વધુ નુકસાની વા પામેલ છે. ગામની સીમ જમીનમાં એરંડા, મગફળી અને સોયાબિનનો પાક સંપૂર્ણ નાસ ઈ ગયો છે જમીનમાં મોટાપાયે ધોવાણ વાી ખેતરોમાં પાક વાવી શકાય તેમ ની. આ વર્ષે ખેડૂતો માટે સંપૂર્ણ ફેઈલ ઈ ગયેલ છે ગામના ખેડૂતો સરકારની સહાયની મદદની ભારે રાહ જોઈ રહ્યા છે. સરકાર પણ વહેલી તકે સર્વે કરી સહાયની ચૂકવણી કરે તેવી અમારી માંગણી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application