BREAKING NEWS

રાજકોટમાં રોગચાળો વકર્યો; ટાઇફોઇડના ત્રણ ને ઝાડા-ઉલ્ટીના ૪૨૯ સહિત ૧૮૫૮ કેસ

  • May 18, 2026 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં હીટવેવ વચ્ચે રોગચાળો વકર્યો છે, ખાસ કરીને પાણીજન્ય રોગચાળા ટાઇફોઇડના ત્રણ કેસ અને ઝાડા ઉલ્ટીના ૪૨૯ કેસ મળતા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીના ૧૪૩૪ સેમ્પલ લઇ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

વિશેષમાં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ આજરોજ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર છેલ્લા એક શોટમાં શહેરમાં ડેન્ગ્યૂનો એક કેસ, ટાઈફોઈડના ત્રણ કેસ, શરદી-ઉધરસના ૬૦૬ કેસ, તાવના ૮૧૯ કેસ, ઝાડા ઉલ્ટીના ૪૨૯ કેસ સહિત કુલ ૧૮૫૮ કેસ નોંધાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં લેવા ૨૯૧૫૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૩૩ ઘરોમાં ફોગીંગ કરાયું હતું. જ્યારે બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વિગેરે ૬૫૫ સ્થળે મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૪૫ અને કોર્મશીયલ ૩૨ આસામીને નોટીસ ફટકારાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application