જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ: 550 કેસ નોંધાયા

  • October 17, 2023 01:56 PM 

ડેન્ગ્યુના દરરોજના 4 દર્દીઓ: 30 દર્દીઓ તાવ, શરદી, ઉધરસના કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે: ઓપીડીમાં 300 દર્દીઓ લે છે સારવાર:  ખાનગી દવાખાનામાં 250થી વધુ દર્દીઓ : નવા પાણી તેમજ મિશ્ર ઋતુને કારણે જામનગર શહેરમાં દર્દીઓ વઘ્યા


જામનગર શહેર સમગ્ર હાલારમાં ઉનાળા-શિયાળાની મિશ્ર ઋતુને કારણે શહેરમાં ઘેર-ઘેર ખાટલા શ થયા છે, જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ 300થી વધુ દર્દીઓ આવી રહ્યા છે, ખાનગી હોસ્પિટલમાં 250 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ડેન્ગ્યુના 4થી વધુ કેસ નોંધાય છે, દરરોજ 40થી વધુ દર્દીઓને તાવ, શરદી અને વાયરલ ઇન્ફેકશનને કારણે દાખલ કરવામાં આવે છે, આ વખતેના વિચીત્ર તાવમાં પાંચથી સાત દિવસ સુધી ખુબ જ નબળાઇ રહે છે, ત્યારે જામનગરમાં રોગચાળો બેકાબુ બન્યો છે.



જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ મહીનામાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં લગભગ અઢી હજાર જેટલા દર્દીઓનો વધારો થયો છે, છેલ્લા બે દિવસમાં નવા પાણીને કારણે 350 જેટલા કેસ જી.જી.હોસ્પિટલની ઓપીડીમાં આવ્‌યા છે, રોગચાળો વધતો જાય છે, ગળુ બેેસી જવું, તાવ, વાયરલ ઇન્ફેકશન અને શરદીના કેસો વધી રહ્યા છે તે તંત્ર માટે અકડાવનારી વાત છે, ત્યારે મંદવાડની બેવડી ઋતુ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે, શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે છતાં પણ જામપાનું આરોગ્ય ખાતાના અધિકારીઓ હાથ દઇને બેસી રહ્યા છે તેવા આક્ષેપો થઇ રહ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ઓપીડીમાં 36 ટકા દર્દીઓ વધી ગયા છે.



જામનગર મહાપાલિકા દ્વારા કેટલાક વિસ્તારમાં ધન્વંતરી રથ શ કરવામાં આવ્યા છે, જામનગર શહેરમાં ત્રણ-ચાર દિવસથી વાયરલ ઇન્ફેકશન રહ્યા કરે છે, દર્દીઓને નબળાઇ એટલી બધી વધી જાય છે કે તે પાંચ દિવસ સુધી ઉભો થઇ શકતો નથી, તાવ એક થી બે હોય છે પરંતુ શરદી, ઉધરસ, ગળુ બેસી જવું અને કોઇક કિસ્સામાં પેટના દુ:ખાવાના દર્દ પણ વધી રહ્યા છે.



જામનગરની જી.જી.હોસ્પિટલમાં લગભગ 350 જેટલા દર્દીઓ તાવ, શરદી, ઉધરસના નિકળ્યા છે જયારે ખાનગી હોસ્પિટલમાં લગભગ 300 જેટલા દર્દીઓ સારવારમાં રહ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ મહીનામાં સરકારી હોસ્પિટલની ઓપીડીમાં 2953 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હતી, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના કેસોમાં એવો કોઇ ઘટાડો થયો નથી.


ડોકટર એસ.એસ.ચેટરજીના જણાવ્‌યા મુજબ નવા પાણીની આવક થતાં લોકો બિમાર પડયા છે  એટલું જ નહીં ઉનાળામાં ઠંડાપીણા, અખાદ્ય અને ખુલ્લો ખોરાક ખાવાના કારણે બિમારી વધી છે, વાયરલ ઇન્ફેકશનના કેસો પણ સારા એવા વઘ્યા છે, ત્યારે શરદી, ઉધરસના કેસો ખુબ વધી રહ્યા છે તે ચિંતાજનક છે. આ વખતે વાયરલ ઇન્ફેકશનના તાવ વધુ લાંબા ચાલે છે અને કયારેક દર્દીઓને બે અઠવાડીયા સુધી તબીયતમાં નબળાઇ બહુ જ આવે છે, આ વખતેનો તાવ વધુ ખતરનાક છે. જામનગર શહેર અને જિલ્લામાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે તે ખુબ જ ચિંતાજનક છે, પાંચ-પાંચ દિવસ સુધી તાવ આવ્યા પછી લોકોને ખુબ જ નબળાઇ રહે છે, આંખના રોગ ઘટયા બાદ હજુ શરદી, ઉધરસ અને પેટના દુ:ખાવાના રોગ ઘટયા નથી, ત્યારે મેડીકલ સ્ટોરોમાં પણ આ રોગની દવાઓનું ધોમ વેંચાણ થઇ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application