મેરેજ સીઝન પછી રોગચાળો બેકાબૂ; ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા સહિતના ૧૬૩૨ કેસ

  • December 18, 2023 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં મેરેજ સીઝન પછી રોગચાળો બેકાબુ બન્યો છે, ખાસ કરીને મચ્છરનો ઉપદ્રવ ઘટવાને બદલે સતત વધી રહ્યો હોય ડેંગ્યુ, મેલેરિયા અને ચિકુન ગુનિયાના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન આજે મહાપાલિકાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ અનુસાર ગત સોમવારથી આજે સોમવાર સુધીમાં વિવિધ રોગચાળાના કુલ ૧૬૩૨ કેસ નોંધાયા હતા.


વધુમાં મ્યુનિ.હેલ્થ બ્રાન્ચના વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સાહમાં મેલેરિયાનો એક (કેલેન્ડર વર્ષના કુલ ૩૮ કેસ), ડેન્ગ્યુના પાંચ ( કેલેન્ડર વર્ષના કુલ ૨૦૧) અને ચિકુન ગુનિયાના પાંચ (કેલેન્ડર વર્ષના કુલ ૮૪), શરદી ઉધરસના ૧૨૭૯, તાવના ૯૪ તેમજ ઝાડા ઉલ્ટીના ૨૪૮ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૧૫૦૫ ઘરોમાં ફોગિંગ કરાયું હોવાનો દાવો કરાયો છે. યારે ચેકિંગ દરમિયાન મચ્છરનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તેવા ૩૪૦ રહેણાંક સંકુલો અને ૧૧ વાણિયક સંકુલોને દડં ફટકારવાને બદલે ફકત નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો હતો. યારે ખાનગી તબીબી વર્તુળોના જણાવ્યા મુજબ હાલ સૌથી વધુ કેસ ચિકુનગુનિયાના જોવા મળી રહ્યા છે અને મહાપાલિકા દ્રારા જાહેર કરાતા કેસ કરતા દસ ગણા વધુ કેસ જોવા મળી રહ્યા છે. વાયરલ ઇન્ફેકશનના કેસનું પ્રમાણ પણ ભયજનક હદે વધ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application