જામનગરની સુપ્રસિઘ્ધ અખંડ રામધૂનનો મંગળવારે ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ

  • July 29, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ બાલા હનુમાનમાં વિશેષ આરતી

ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ જામનગરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાનજી મંદિરમાં પ્રેમભિક્ષુકજી મહારાજના આશીર્વચન અને સાનિઘ્યમાં તા. ૦૧/૦૮/૧૯૬૪, શનિવારના રોજ અખંડ રામધૂનરુપી વિજયમંત્ર શ્રીરામ જય રામ જય રામ જય જય જય રામની ધૂન શરુ કરવામાં આવી હતી.
આ ધૂનને મંગળવારે તા. ૧ ઓગષ્ટના રોજ ૫૯ વર્ષ પૂર્ણ કરી ૬૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે, આ નિમિતે પ્રેમભિક્ષુકજી મહારાજ પ્રેરિત બાલા સંકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર દ્વારા સાંજે ૭.૩૦ થી ૮ દરમ્યાન વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ આરતીના દિવ્ય દર્શનનો અમૂલ્ય લાભ લેવા ટ્રસ્ટી મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application