જોડીયા તાલુકાનાં ભાદરા તથા જામનગરનાં તળાવ ફળી ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ

  • July 22, 2021 11:21 AM 

બન્ને સ્થળો પર કુલ 60 લાભાર્થીઓએ લાભ લીધો

જામનગર જિલ્લાનાં જોડીયા તાલકુાનાં ભાદરા તથા જામનગર શહેરનાં તળાવફળી વિસ્તારમાં તા.19-7-2021 થી 23-7-2021 સુધી પાંચ દિવસ માટે ગુજરાત સરકારના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ઉદ્યોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું ાયોજન કરવામાં આવેલ. હસ્તકલા સેતુની સમગ્ર યોજનાનું અમલીકરણ ભારતીય ઉદ્મીતા વિકાસ સંસ્થા, અમદાવાદ દ્વારા કરવામાં આવેલ છે. આ સંસ્થા છેલ્લા ત્રણ દાયકાથી ઉદ્મશીલતાની તાલીમમાં અગ્રેસર છે. તથા હસ્તકલા સેતુ યોજનાના માઘ્યમથી જિલ્લામાં કામ કરતા હસ્તકલાના કારીગરોની આજીવિકાસ સુધારવા તથા તેઓને સફળ ઉદ્યમી બનાવવામાં આગામી દિવસોમાં પાયાની ભુમિકા ભજનાર છે.
ભાદરા ખાતે ચાલી રહેલ કાર્યક્રમમાં કુલ 35 તથા તળાવફળી ખાતેના કાર્યક્રમમાં કુલ 25 લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાની જી.સી.આઇ.ડી.સી.ટીમ તરફથી જયદેવસિંહ જાડેજા (ડીસ્ટ્રીકટ લીડ અને માર્કેટ લીકેજ એકસપર્ટ), હેમલ ચૌહાણ (ડીસ્ટ્રીકટ ઇન્ટપ્રેન્યોરશીપ લીડ), વિશ્ર્નુકમાર વાલ્વા (પ્રોમોશન એન્ડ આઉટરીચ એકસ્પર્ટ) તથા કિશન લગારીયા (ક્રેડીટ લિન્કેજીસ એકસપર્ટ) દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ગેસ્ટ ફેકલ્ટી તરીકે શ્રીમતી રીટાબા જાડેજા તથા કુ. સેજલ આશર દ્વારા પણ વિશેષ તાલીમ આપવામાં આવેલ. કાર્યક્રમનું મોનીટરીંગ ઇ એન્ડ વાયના સાગરભાઇ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS