જન્માષ્ટમીનો અનેરો ઉત્સાહઃ દ્વારકા, સાસણગીર, સોમનાથમાં લોકોનો ધસારો

  • August 29, 2021 09:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સમ્રગ રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે તમામ જગ્યાએ ગાઈડલાઈનના પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવની 
તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ જન્માષ્ટમીના તહેવારને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે છેલ્લા 35 વર્ષથી યોજાતી રથયાત્રા રાબેતા મુજબ યોજાશે. પરંતુ તેમા કોરોના 
ગાઈડલાઈનનું ચોક્કસથી પાલન કરવામાં આવશે.આમ સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે રાજકોટવાસીઓ જન્મોત્સવની ઉજવણી કરશે.


કોરોના બાદ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારનો માહોલ જામ્યો છે. ST અને ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ કંપનીઓએ પણ 
વધારાની બસ દોડાવી રહ્યા છે. તો ST નિગમે પણ વધારાની બસ મૂકી છે. સૌરાષ્ટ્ર તરફના જવા માટે 600થી લઈને 1 હજાર રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવી રહ્યું છે. અમદાવાદની ઉજાલા ચોકડી પાસે મેળા જેવો માહોલ 
જોવા મળી રહ્યો છે. STની સૌરાષ્ટ્ર તરફની તમામ બસ હાઉસફૂલ થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS