જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક બિનવારસુ કારમાંથી ઇંગ્લીશ દાની ૩૬ બોટલ મળી આવતા એલસીબીની ટુકડીએ મુદામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ આદરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી.એમ. લગારીયા, પીએસઆઇ કાંટલીયા, પીએસઆઇ ભાટીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફના કિશોરભાઇ, ધર્મેન્દ્રસિંહ તથા ભરતભાઇને ચોક્કસ બાતમી મળી હતી, કે નવાગામ ઘેડ સ્વામીનારાયણ નગર વિસ્તારમાં પાર્ક કરેલી એક કારની અંદર ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડ્યો છે, જે બાતમીના આધારે પોલીસ ટુકડીએ દરોડો પાડયો હતો.
જે દરોડા દરમ્યાન આઇ-૧૦ કાર નં. જી.જે.-૩ એફકે-૮૬૯૪ બીનવારસુ હાલતમાં મળી આવી હતી. જેનો દરવાજો ખોલાવીને અંદર ચેક કરતાં કારમાંથી ૩૬ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે ઈંગ્લીશ દારૂ અને કાર વગેરે સહિત કુલ રૂપિયા ૩,૬૧,૨૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો છે, જયારે વાહનના રજીસ્ટ્રેશનના નંબરના આધારે તેના ચાલક ની શોધ ખોળ હાથ ધરી છે.