જામનગરમાં મકાનમાંથી ઇંગ્લિશ દારુ પકડાયો: આરોપી ફરાર

  • February 15, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુરમાં દારુ અંગે બે દરોડા : શહેરમાં દેશી દારુની પ્રવૃતી કરતી ચાર મહિલા સામે ફરીયાદ

જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ શાંતિનગર વિસ્તારમાં દારુ અંગે દરોડો પાડી ૪૬ નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દારુનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી ફરારી જાહેર કરાયો છે. લાલપુર પોલીસે એક શખ્સને ઇંગ્લીશ દારુની બાટલી સાથે પકડી લીધો હતો અને મોટા ભરુડીયામાં દેશીની ભઠ્ઠી પર દરોડો પાડયો હતો, આ ઉપરાંત જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં દેશી દારૂની પ્રવૃત્તિ ચલાવી રહેલી દારૂની ધંધાર્થી ચાર મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
જામનગરમાં શાંતિનગર શેરી નંબર-૪ ના છેડે રહેતા વિજયસિંહ હરિસિંહ જેઠવા નામના શખ્સે પોતાના મકાનના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે, તેવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, અને મકાનમાંથી ૧૮,૪૦૦ ની કિંમત નો ૪૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો છે.
આ દરોડા સમયે દારૂનો ધંધાર્થી વિજયસિંહ જેઠવા ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે. આ ઉપરાંત લાલપુરના ધરારનગર વિસ્તારમાં હોટલ પાસે સ્થાનીક પોલીસે દરોડો પાડીને લાલપુરના ગોહીલવાસમાં રહેતા રીયાઝ હુશેન ધુંધા નામના શખ્સને ૨૦૦ મીલી દારુ ભરેલી બોટલ સાથે પકડી લીધો હતો આ દારુ દલતુંગી ગામના માલા હીરા પંડત પાસેથી વેચાણ અર્થે લીધો હતો બંનેની સામે પ્રોહી મુજબ ફરીયાદ કરવામાં આવી છે.
જયારે લાલપુરના મોટા ભરુડીયા ગામમાં રહેતા બાબભા લાલુભા જાડેજાને ત્યાં દરોડો પાડીને ૫ લીટર દેશી દારુ, ૧૫૦ લીટર કાચો આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જયારે આરોપી રફુચકકર થઇ ગયો હતો.
જામનગર શહેરમાં દેશી દારૂની પ્રવૃતિ ચલાવી રહેલી જમનાબેન અશોકભાઈ કોળી, ગંગાબેન કમલભાઈ કોળી, શોભાબેન મનોજભાઈ બાવરી, અને હંસાબેન કરસનભાઈ ચારેલાના ઝુપડામાં પોલીસે દેશી દારૂ અંગે દરોડો પાડી દારૂ અને દારૂના કાચા જથ્થાનો નાશ કરાવવા આવ્યો છે, અને ચારેય મહિલાઓ સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હા નોંધવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News