પોરબંદર તાલુકાના ભાષાના શિક્ષકોને ભાષા,સજ્જતા અને અધ્યયન નિષ્પતિ આધારિત અંગ્રેજી ભાષાની તાલીમ આપવામાં આવી હતી.
પોરબંદરના શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં ધો. છ થી આઠ ના પોરબંદર તાલુકાના ભાષા શિક્ષકોની તાલીમ ગોઠવવામાં આવી હતી.જેમાં તાલીમ બે વર્ગમાં વિભાજીત થઈ હતી.પ્રથમ વર્ગમાં હિરલબેન એચ.ગોંડલિયા,પુજાબેન રાઠોડ તથા રેખાબેન વિસાવડિયા દ્વારા અને બીજા વર્ગમાં કિશોરભાઈ થાનકી, કલ્પેશભાઈ મારૂ તથા નીપાબેન પાણખાણિયા દ્વારા ભાષા સજ્જતા અને અધ્યયન નિષ્પતિ આધારિત તાલીમ આપવામાં આવી હતી.આ બંને વર્ગોમાં અગ્રેજી ભાષામાં સમગ્ર વર્ગપ્રક્રિયા કેવી રીતે કરવી તે શીખવવામાં આવ્યુ હતુ.વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ દ્વારા બાળકોને લાગતા કઠિન બિંદુઓ પર કામ કરવામાં આવ્યુ હતુ. પ્રિ ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ તેમજ ફિડબેક ફોર્મ અને અહેવાલ લેખનની સાથે સાથે પ્રાચાર્ય ડો.અલ્તાફભાઈ રાઠોડ, પ્રો. યુ.ડી.મહેતા, ડો.દક્ષાબેન જોષી તેમજ બી.આર.સી. પરેશભાઈ પુરુષનાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત તાલીમના ત્રીજા દિવસે બપોર પછીના સેશનમાં આંતરરાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગના મહત્વની સાથે સાથે સ્વચ્છતા અને વ્યસનમુક્તિનું નાટક રજુ કરવામાં આવ્યુ હતુ.આમ પ્રાચાર્ય ડો.અલ્તાફભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ તાલીમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMવૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય' આધારિત લોકજાગૃતિ અભિયાન યોજાશે
May 24, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech