દિવાળી પહેલા ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન પાર પાડયું છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા પંકજ કોટિયા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ATSને માહિતી મળી હતી કે પોરબંદરનો પંકજ કોટિયા નામનો યુવક છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની જાસુસી સંસ્થાના એજન્ટના સંપર્કમાં છે અને પોરબંદર કોસ્ટગાર્ડ જેટી તેમજ જેટી ઉપરની ભારતીય કોસ્ટગાર્ડની બોટ અંગેની સંવેદનશીલ માહિતી સોશિયલ મીડિયા માધ્યમથી મોકલે છે. જેના આધારે ગુજરાત ATSની ટીમે પંકજ દિનેશભાઈ કોટિયા નામના શખ્સની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
ફેસબુકમાં રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો
પંકજ કોટિયાની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે આઠ મહિના પહેલા ફેસબુકના માધ્યમથી રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તે યુવતી પોતે મુંબઈની હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી યુવક સાથે વાતચીત શરૂ કરી હતી.જે બાદ બંને વચ્ચે વ્હોટસએપ વચ્ચે થતી હતી.તે દરમિયાન પંકજ કોટિયા પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શિપના નામ, કોસ્ટ ગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી રિયા નામની યુવતીને આપતો હતો.
આર્થિક લાભ માટે માહિતી અને ફોટા આપ્યાં
રિયા નામની યુવતી જેનું લોકેશન ગુજરાત ATSએ તપાસ કરતા પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યો છે. વધુમાં પંકજ કોટિયાનો મોબાઇલ FSLમાં મોકલતા તેના ફોનમાંથી રિયા નામની યુવતી સાથેની ચેટ મળી આવી છે. તેની સાથે વોઇસ કોલમાં પણ અનેક વખત બંને વચ્ચે વાતચીત થઈ હોય અને પંકજ કોટિયા જાણતો હોય કે રિયા નામની યુવતી પાકિસ્તાનની નેવીમાં કામ કરે છે તેમ છતાં પણ તેને આર્થિક લાભ માટે માહિતી અને ફોટા આપતો હતો. ફેબ્રુઆરી 2024 થી અત્યાર સુધીમાં પંકજ કોટિયાએ અવારનવાર રિયા નામની યુવતી સાથે સંપર્કમાં રહીને સંવેદનશીલ માહિતી મોકલી હતી. જેના બદલામાં તેને ટુકડે ટુકડે 26,000 રૂપિયા મોકલવામાં આવ્યા હતા.
યુવતીનો વ્હોટસએપ નંબર ભારતનો
વધુમાં ગુજરાત એટીએસસી તપાસ કરતા રિયા નામની યુવતી જે નંબર પરથી વ્હોટસએપ ઉપયોગ કરતી હતી તે નંબર ભારતનો હોય તેવી હકીકત પણ સામે આવી છે. તેવામાં ભારતની ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ રિસોર્સિસ અંગેની માહિતી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ માટે પાકિસ્તાની એજન્ટને આપનાર પંકજ કોટિયા સામે ગુજરાત ATSએ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પોરબંદર જેટી ઉપર હેલ્પર તરીકે કામ કરતો હતો
ઝડપાયેલો આરોપી વર્ષોથી પોરબંદરમાં તમાકુ પેકિંગનું કામકાજ કરે છે અને છેલ્લા એકાદ વર્ષથી પોરબંદર જેટી ઉપર કોસ્ટ ગાર્ડની સીટ ઉપર વેલ્ડીંગ તેમજ અન્ય છૂટક મજૂરી માટે હેલ્પર તરીકે પણ કામ કરવા જતો હતો. જે સમયગાળા દરમિયાન જ તેણે પાકિસ્તાની એજન્ટને ગુપ્ત માહિતીઓ મોકલી હોય ગુજરાત ATSએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત ATSએ પોરબંદરમાંથી સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખસોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech