રાજ્યમાં તબીબી હડતાલનો અંત

  • August 22, 2024 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓપીડી કાર્ય રાબેતા મુજબ થશે


પશ્ચિમ બંગાળની મહિલા તબીબ સાથે ઘટેલી ઘટનાના વિરોધમાં દેશભરના તબીબોએ ચોક્કસ મુજબની હડતાલનું શાસ્ત્ર ઉગામાયું હતું. આખરે રાજ્ય સરકાર સાથે આજે સમાધાન થતાં તબીબોએ  આજથી હડતાલ પાછી ખેંચી છે,  અને આવતીકાલ થી જામનગર સહિત તમામ સરકારી હોસ્પિટલમાં ઓપીડી નું કાર્ય રાબેતા મુજબ શરૂ થશે.


કલકત્તામાં એક હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુષ્કરમ  આચાર્ય પછી તેની હત્યા નીપજવાઈ હતી .આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને દેશભરમાં ગત શુક્રવાર થી જુનિયર ડોક્ટર દ્વારા અચોક્કસ મુદત ની હડતાલ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.


આખરે રાજ્ય સરકાર સાથે સમાધાન થતા આજ થી જ સમગ્ર ગુજરાતમાં જુનિયર તબીબોની હડતાલ પાછી ખેંચાય છે. અને તબીબો આજ થી  જ ફરજ માં જોડાઈ ગયા છે .જ્યારે ઓપીડી કાર્ય આવતીકાલ.થી રાબેતા મુજબ શરૂ કરનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News