અરબાઝ હત્યા કેસના ૩ આરોપીનું એન્કાઉન્ટર: પગમાં ગોળીઓ વાગી

  • March 12, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજધાની દિલ્હી ગોળીઓના અવાજથી ગુંજી ઉઠું હતું. યોતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને બદમાશો વચ્ચે સામસામે જોરદાર ફાયરીંગ થયું હતું. ગોળીઓની બૌછાર વચ્ચે પોલીસે ત્રણ બદમાશની ધરપકડ કરી છે. એન્કાઉન્ટરમાં ત્રણેય ગુનેગારોને પગમાં ગોળી વાગી હતી. ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. તેમજ અરબાઝ હત્યા કેસમાં પોલીસ હવે આ આરોપીઓની પૂછપરછ કરશે.


દિલ્હીમાં ૯ માર્ચે અરબાઝની હત્યા કરવામાં આવી હતી. પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા ત્રણ બદમાશો પર અરબાઝની હત્યાનો આરોપ છે. ત્રણેય બદમાશોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ હવે ત્રણેય બદમાશોની પૂછપરછમાં વ્યસ્ત છે.વાસ્તવમાં, દિલ્હી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ૯ માર્ચે દિલ્હીના સીલમપુર વિસ્તારમાં બનેલા અરબાઝ નામના વ્યકિતની હત્યા કેસના ફરાર આરોપીઓ ઉત્તર પૂર્વ જિલ્લા વિસ્તારમાં આવવાના છે. આ મામલાની માહિતી મળ્યા પછી, ઉત્તર પૂર્વ જિલ્લાના વિશેષ સ્ટાફે આંબેડકર કોલેજ પાસે છટકું ગોઠવ્યું અને જયારે તેઓએ ત્રણ લોકોને સ્કૂટર પર આવતા જોયા ત્યારે તેઓએ તેમને રોકવા માટે સંકેત કર્યેા.


બદમાશોનું પોલીસ પર ફાયરિંગ
પોલીસને જોઈને બદમાશો આંબેડકર કોલેજની પાછળના રસ્તા પર ભાગવા લાગ્યા હતા અને બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શ કરી દીધું. આ પછી પોલીસને પણ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ એન્કાઉન્ટરમાં લગભગ ૨૪ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ત્રણેય બદમાશોને પગમાં ગોળી વાગી હતી અને પોલીસનું બુલેટપ્રુફ જેકેટ પણ વાગી ગયું હતું.

ત્રણેય ગુનેગારોની ઓળખ
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ બદમાશોની ઓળખ ખાલિદ, તોતા અને ફહાદ તરીકે થઈ છે. ૯ તારીખે અરબાઝ નામની વ્યકિતની હત્યા સમયે આ લોકો સીસીટીવીમાં જોવા મળે છે. જેમાં ખાલિદના હાથમાં પિસ્તોલ જોવા મળે છે. અરબાઝની હત્યા સમયે મૃતક અરબાઝ અને આરોપીઓ સાથે ફરતા હતા. હવે આ લોકોએ અરબાઝની હત્યા શા માટે કરી તેમની પૂછપરછ થશે.મૃતક અરબાઝ અગાઉ છેનુ ગેંગનો સભ્ય હતો. આરોપી ખાલિદ અને તેના બે સહયોગીઓ સોહેલ ચપ્પલ નામના વ્યકિતના સહયોગી હોવાનું કહેવાય છે. આ અંગે તપાસ કરવામાં આવશે. સોહેલ એક સમયે હાશિમ બાબાની નજીક હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application