5 જવાનની શહાદત બાદ ફરી ડોડામાં એન્કાઉન્ટર ચાલુ

  • July 18, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ હાલમાં આતંકવાદીઓના નિશાના પર છે. તેઓ સતત આ વિસ્તારને નિશાન બનાવી રહ્યા છેઅને અહીની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. જમ્મુના ડોડા જિલ્લાના કસ્તીગઢ વિસ્તારમાં મધરાતે ફરી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ડોડાના કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં રાત્રે લગભગ 2 વાગ્યે સર્ચ દરમિયાન સેના અને પોલીસની ટુકડીએ ગોળીબાર કર્યો હતો. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર નથી.

જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, ’ડોડાના કાસ્તીગઢ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.16મી જુલાઈએ પણ આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી . આ પહેલા મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં સેના અને ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. એક પોલીસકર્મીનું પણ મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્ના જવાનોએ સંયુક્ત રીતે દેસા ફોરેસ્ટ વિસ્તારમાં ધારી ગોટે ઉરબાગીને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે ’20 મિનિટથી વધુ સમય સુધી ચાલેલા ગોળીબારમાં ચાર જવાન શહીદ થયા અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો.’ પોલીસકર્મીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી હતી. ત્યારથી ડોડામાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર બાદ સેનાની 16મી કોર્પ્સે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું, વધારાના સૈનિકોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે, ઓપરેશન ચાલુ છે.જો કે હજુ સુધી કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી.

બે જવાન ઘાયલ
જમ્મુમાં આતંકીઓના ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોના બે જવાન ઘાયલ થયા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને સૈનિકોએ ભગાડી મુક્યા હતા અને ત્યારબાદ થયેલી ગોળીબારમાં બે સૈનિકો ઘાયલ થયા હતા.હવે હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોને માહિતી મળી છે કે નજીકમાં આતંકીઓ છુપાયા છે. સેનાના જવાનો આતંકીઓને શોધી રહ્યા છે.

7 જુલાઈ- આર્મી કેમ્પ પર હુમલો
7 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓના ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના મંજકોટ વિસ્તારના ગુલાઠી ગામમાં ટેરિટોરિયલ આર્મી કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને લગભગ અડધા કલાક સુધી ગોળીબાર કર્યો. આતંકવાદીઓ સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા અને બાદમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.


8 જુલાઈ- ફાયરિંગ અને ગ્રેનેડ હુમલો
8 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. આતંકીઓએ સેનાના વાહનોને નિશાન બનાવીને ગ્રેનેડ ફેંક્યો અને ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આતંકવાદીઓ નજીકના જંગલોમાં ભાગી ગયા હતા.


16 જુલાઈ - એન્કાઉન્ટરમાં-ચાર જવાનો શહીદ
જમ્મુ અને કાશ્મીરના ડોડા આતંકવાદી હુમલા જિલ્લામાં આજે આખી રાત આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક અધિકારી સહિત ચાર સેનાના જવાનો શહીદ થયા હતા. જ્યારે એક ઘાયલ પોલીસકર્મી જીવન-મરણની લડાઈ લડી રહ્યો છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્ના જવાનોએ દેસા જંગલ વિસ્તારના ધારી ગેટ ખરારબાગી ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application