રાજ્ય સરકારની કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા હાલ રદ્દી અને પસ્તી નિકાલ કરવાનો થાય છે ત્યારે નિયત સરકારી ભાવ મુજબ ભાવ પત્રકો મંગાવવામાં આવે છે.
તો ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો રૂબરૂ સંપર્ક કરી અથવા સીલ બંધ કવરમાં ભાવ પત્રકો ટપાલ મારફત તા.૨૨/૧૧/૨૦૨૫ના રોજ સાંજ ૫ કલાક સુધીમાં મોકલવાના રહેશે તેમ ઇન્ચાર્જ રોજગાર અધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.