બીએસએનએલને 4-જી સ્પ્રેકટ્રમ સહિતની આધુનિક સુવિધા આપવાની માંગ સાથે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

  • July 16, 2021 10:49 AM 

બેનરોના માઘ્યમથી માંગણીઓ દશર્વિવામાં આવી: સરકાર દ્વારા ન્યાય નહીં મળે તો તા. ર8 થી ભૂખ હડતાલની અપાયેલી ચીમકી

બીએસએનએલને સરકાર દ્વારા છેલ્લા લાંબા સમયથી યોગ્ય રીતે સાથ અને સહકાર આપવામાં નહીં આવતા આ સેવા તદ્દન કથળી જવા પામી છે, ખાનગી કંપનીઓના પરિણામે બીએસએનએલની હાલત કફોડી થઇ જવા પામી છે, તેવા સંજોગોમાં બીએસએનએલને ફરી કાર્યશીલ બનાવવા માટે અધિકારી અને કર્મચારીઓ દ્વારા નક્કી કરાયેલા મુદ્દે જામનગર બીએસએનએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આજે 4-જી સ્પ્રેક્ટ્રમ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

જામનગર સહિત દેશભરમાં બીએસએનએલની સેવા સરકાર દ્વારા અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં નહીં આવતા સંપૂર્ણ રીતે કથળી જવા પામી છે, બીજી બાજુ ખાનગી કંપનીઓ 4-જી, ફાઇવ-જી સુધીની અદ્યતન ટેકનોલોજીથી સજ્જ થઇ જવા પામી છે, તેવા સંજોગોમાં પણ સરકાર દ્વારા બીએસએનએલના અધિકારી અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના બદલે દિન-પ્રતિદિન સરકારની વિવિધ યોજનાઓ થંભાવી દેવામાં આવતા બીએસએનએલની સેવા કથળી જવા પામી છે.

દેશના સચિવ સરકાર નિગમ એસો. દ્વારા સરકારને બીએસએનએલને પુન: આધુનિક પ આપવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં સરકાર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવતા બીએસએનએલના વિવિધ એસો.ની તાજેતરમાં જ યોજવામાં આવેલી બેઠકમાં સરકાર દ્વારા બીએસએનએલને 4-જી સહિતની સુવિધાઓના મુદ્દે પ્રોત્સાહિત નહીં કરે તો વિરોધ પ્રદર્શિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

જેના પગલે જામનગર જિલ્લા સચિવ સંચાર નિગમ એસો.ના પ્રમુખ ધર્મેન્દ્રકુમાર વમર્નિા નેજા હેઠળ આજે બીએસએનએલના પટાંગણમાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્ર થઇ સરકાર દ્વારા 4-જી સહિતના મુદ્દે કરવામાં આવેલી રજૂઆતો અને ન્યાય અપાવવા માટે બેનરોના માઘ્યમથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને જો સરકાર દ્વારા અધિકારી અને કર્મચારીની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી તા. ર8 ના રોજ ભૂખ હડતાલ પર ઉતારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS