BREAKING NEWS

મોરબી પાલિકામાં બીજાના નામે અંગુઠા લગાવી કર્મચારીઓ હાજરી કૌભાંડ કરતા પકડાયા

  • May 09, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ શાખામાં અમુક કર્મચારીઓ અન્ય ગેરહાજર કર્મચારીઓની હાજરી પંચિંગ મશીનમાં પોતાની આંગળીઓ કે અંગૂઠા લગાવીને પૂરતા હતા. જેથી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ આઠ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધાઈ છે.


રાજકોટ અંબિકા ટાઉનશિપમાં રહેતા નોકરી કરતા દિપભાઈ સુરેશભાઈ ફળદુ (ઉ.વ.૨૭) એ આરોપી મંદીપ ચાવડા રહે. નાની વાવડી મોરબી, વિમલભાઈ બાવળીયા રહે. ભાગ્યલમી સોસાયટી સામાકાંઠે મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે. મોરબી, રોહિતભાઈ ધિભાઈ રહે. મોરબી, લલીતભાઈ ચાવડા, રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડિ રહે. મોરબી, રાજેશભાઈ રહે. મોરબીવાળા વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ મોરબી મહાનગર પાલીકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારી તરીકેની તેની ફરજ દરમ્યાન અન્ય રોજમદા૨ કર્મચારીઓની જાણ બહાર એટેન્ડસ ઇલેકટ્રીક મશીનમાં તેઓની હાજરીના અંગુઠા આંગળીઓથી ખોટી હાજરી પૂરી કુલ–૧૩ રોજમદારના .૯૭૫૫– ના પગારની વિશ્વાસઘાત કરી નાણાકીય ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application