ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ધસારો વધ્યો છે. આવતીકાલે મૌની અમાસ નિમિત્તે ત્રીજુ શાહી સ્નાન હોવાથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચ્યા છે. ટ્રેનો, બસો, હોટલો બધુ જ હાઉસફુલ છે. લાખો ભક્તોની આવકથી 20 કિમી સુધી ચક્કાજામ થયો છે. બેરિકેડ તૂટતા પોલીસ પણ એલર્ટ થઈ છે. સંપૂર્ણ વિસ્તાર હાઈ એલર્ટ પર છે. પરિસ્થિતિને ધ્યાને લઈ પ્રસાશને ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આજે મહાકુંભનો 16મો દિવસ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં અઢી કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી અત્યારસુધીમાં લગભગ 16.64 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી છે.
મૌની અમાસના એક દિવસ પહેલા ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોના અધિકારીઓએ આખી રાત અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. ભીડને કેવી રીતે હેન્ડલ કરવી. ક્યાં સુરક્ષા પડકારો આવી રહ્યા છે અને તેનો ઉકેલ કેવી રીતે આવશે? આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આજે સવારે ફરી એડીજી ઝોન ભાનુ ભાસ્કર અને કમિશનરે તમામ વિભાગોના અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઈટીબીપી, પોલીસ, રેલવે વગેરે વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે પરિસ્થિતિ એવી છે કે બધા રસ્તા અને શેરીઓ ભરાઈ ગઈ છે. ભક્તો કહે છે કે તેમને પાર્કિંગ કે સ્ટેશનથી પગપાળા સંગમ આવવું પડે છે. પોલીસ વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવીને લોકોને રોકી રહી છે. લોકોને 20 કિમી ચાલવું પડશે. ઘણી જગ્યાએ ભીડે બેરિકેડ તોડી નાખ્યા છે. સંગમથી 20 કિમી સુધીનો વિસ્તાર જામ છે.
મેળા વિસ્તાર પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કેમેરા દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે. ડીએમએ પ્રયાગરાજના લોકોને કાર દ્વારા મેળા વિસ્તારમાં ન આવવા અપીલ કરી છે. જો શક્ય હોય તો પગપાળા આવો, નહીં તો સાયકલ દ્વારા આવો. આના કારણે ભારત અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને ટ્રાફિકજામનો સામનો નહીં કરવો પડે.
મૌની અમાસ પર અલ્હાબાદ હાઈકોર્ટ અને CAT 3 દિવસ માટે બંધ
મૌની અમાવસ્યા સ્નાનની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજમાં અલ્હાબાદ હાઈકોર્ટની મુખ્ય બેંચે 28, 29 અને 30 જાન્યુઆરીએ રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત પ્રિન્સિપલ બેંચ માટે છે. તેના બદલે, 17મી મે અને 23મી ઓગસ્ટ કામકાજના દિવસો હશે. મૌની અમાસની ભીડને જોતા સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ CATની પ્રયાગરાજ બેંચે પણ 28 થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. CAT બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી જિતેન્દ્ર નાયકે જણાવ્યું - પ્રિન્સિપાલ બેંચના ડેપ્યુટી રજિસ્ટ્રાર કંચન શર્માના નોટિફિકેશન મુજબ, આના બદલે કામકાજના દિવસો 5 અને 26 એપ્રિલ અને 3 મેના રોજ રહેશે.
મૌની અમાસ પહેલા પ્રશાસને પોન્ટૂન બ્રિજ પર ટ્રાયલ શરૂ કરી દીધી છે. પોન્ટૂન બ્રિજ 13, 14, 17, 18, 19, 20, 21, 22 ભક્તોની અવરજવર માટે ખોલવામાં આવ્યા છે. સંગમ કાંઠે સ્નાન કરીને અખાડા તરફ જતા શ્રદ્ધાળુઓ માટે એક નંબરનો પોન્ટૂન બ્રિજ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેથી આવતા-જતા લોકોની ભીડ ન રહે. પ્રશાસને આની જાહેરાત કરીને આ જાણકારી આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech