દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસોમાં જ બાકી છે. રાજકોટ મહાપાલિકામાં આધારકાર્ડ સેન્ટરના તમામ ૧૮ ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પરંતુ ૪૧૨૯ અરજી મિસમેચ શા કારણે થઈ છે તેની તપાસ કરતા માલુમ પડેલ કે, સરકારના પરિપત્રની જાણ તંત્રને મોડી થતાં અજાણ ઓપરેટરો દ્રારા અરજી અપડેટ કરાતા મિસમેચની સંખ્યા વધવા પામી છે. આથી તત્રં દ્રારા મુંબઈ રિજનલ કચેરીને સસ્પેન્શન રદ કરવા રિકવેસ્ટ મેલ કરવામાં આવ્યો છે. અને બે–ચાર દિવસમાં સસ્પેન્શન રદ થઈ જશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
શહેર વિસ્તારમાં કુલ ૧૯ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેથી રાજકોટ શહેરમાં આધારકાર્ડની કામગીરી બધં ઠપ થઈ ગઈ હતી. પરંતુ એક કલાક પણ આધારકાર્ડનું કામ બધં થાય તો અરજદારોના થપ્પા લાગે છે. ત્યારે સદંતર કામ બધં થાય તો શું હાલત થાય તેવી સ્થિતિ જાણતા હોવાથી તત્રં દ્રારા ઘટતુ કરવા માટે રિજનલ કચેરીને આબાબતની જાણ કરી છે.
છેલ્લા કેટલાય સમયથી આધારકાર્ડના સર્વરમાં ટેકનિકલ ક્ષતિ છે. આ માટે કલેકટર સહિતના અધિકારીઓ દ્રારા ગાંધીનગર અને મુંબઈમાં રજૂઆત કરવામાં આવી હતી. આધારકાર્ડ માટે આવતી અરજી સબમીટ થવાના બદલે સીધી જ એરર આવી જતી હોય અને અરજી રિજેકટ થાય છે. આવી ઢગલાબધં ફરિયાદો છે. તેના કારણે અમુક આધાર કેન્દ્રો ખાતે તો રોજ અરજદારોની લાંબી લાઈનો લાગે છે. ઘણી જગ્યાએ તો માથાકૂટ પણ થાય છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આધારકાર્ડ માટે ઓપરેટરોના ફિંગર પ્રિન્ટ સાથેની આઈ.ડી. શ કરવામાં આવી હતી. તે આઈ. ડી અને ઓપરેટરોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાપાલિકાના તમામ ૧૮ ઓપરેટર સસ્પેન્ડ થતા આ કામગીરી ગઈકાલે બધં થઈ ગઈ હતી. અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
રાજકોટ શહેરમાં આધારકાર્ડમાં પ્રિન્ટ સાથેની આઈ.ડી. શૂ કરવામાં આવી હતી. તે આઈ. ડી અને ઓપરેટરોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહાપાલિકાના તમામ ૧૮ ઓપરેટર સસ્પેન્ડ થતા આ કામગીરી બધં થઈ જતા આજે મુંબઈ રિજનલ કચેરી દ્રારા રાજકોટ શહેરના ૧૮ સહિત રાયના ૬૯ ઓપરેટરોના સસ્પેન્શનનો મેઈલ કરી દેવામાં આવતા મહાપાલિકા દ્રારા જવાબપે વળતો મેઇલ કરી ઓપરેટરોના કારણે નહીં પરંતુ જન્માના દાખલામાં ફેરફાર થતાં મિસમેચની સંખ્યા મોટી થઈ ગઈ છે. તેવો મેલ કરી સસ્પેન્શનના પગલા રદ કરવાની રજૂઆત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech