એલન મસ્કની માતાએ કહ્યું કે શા માટે વધારે માર્ક્સ આવ્યા ત્યારે એલને આપી હતી બીજી વાર પરીક્ષા

  • March 03, 2021 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ પ્રસિધ્ધ કંપનીઓ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કની માતા માઈ મેક્સે બુધવારે ટ્વિટ કરી કર્યું હતું. આ ટ્વિટ લોકોના દિલને સ્પર્શી જાય એવું તો હતું જ સાથે સાથે યુવાનો માટે પ્રેરણાદાયક પણ હતું. કારણકે એલન માસ્કની માતાએ તેની અને તેના દિકરાની જુની યાદને તાજી કરી હતી.

 

એલન નાનપણમાં અભ્યાસમાં કેવા હતા તેંની વાત કરી હતી. માઈ મેક્સે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે એક ટેસ્ટમાં વધું માર્ક્સ આવ્યા ત્યારે એલનની એ જ ટેસ્ટ બીજીવાર લેવામાં આવી હતી. કારણકે એ ટેસ્ટમાં કોઈને એટલા માર્ક્સ આવતા નહોતા. જોકે એલનને બીજી વાર પણ એટલા જ માર્ક્સ આવ્યા હતા.

 

એલન મસ્કની માતાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે જ્યારે તું 17 વર્ષનો હતો ત્યારે ડાયરેક્ટર ઓફ ઈંફોર્મેશનથી સહી કરેલો  લેટર મળ્યો હતો. જેમાં લખ્યું હતુ કે તેઓ તારા શાનદાર ગ્રેડ્સ  જોઈએને આશ્ચર્યચકિત હતા. તારી બીજી વાર ટેસ્ટ લેવા ઈચ્છતા હતા. બીજી વાર લેવાયેલી તારી ટેસ્ટનું રીઝલ્ટ આઊટસ્ટેંડિંગ હતું અને તેમાં કોઈ આશ્ચર્ય  નહોતું કે તું એક બ્રિયન્ટ એંજિનિયર છો.

  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application