એલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ

  • April 15, 2021 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એલન મસ્કની ટેસ્લા જે રીતે ભારતમાં ઘણા સમયથી આવી શકતી નથી, એવું જ કંઈક મસ્કની સેટેલાઈટ કંપની સ્ટારલિંક સાથે થઈ રહ્યું છે. તાજેતરમાં સ્ટારલિંકની વેબસાઈટ ભારતમાં લાઈવ થઈ ચૂકી છે પરંતુ હવે લાગી રહ્યું છે કે તેમાં ઘણો સમય બાકી છે.

 

 

સ્ટારલિંક એલન મસ્કની કંપની છે. જેના હેઠળ સેટેલાઈટથી ઇન્ટરનેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. ભારતમાં તેના માટે પ્રી રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ ચૂક્યા છે, પરંતુ હવે તેમાં એક અડચણ છે.

 

 

રિપોર્ટ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે સ્ટારલિંકને ઇન્ટરનેટ સર્વિસને સિક્યુરિટી ચેકના લિસ્ટમાં નાખી દીધી છે. હવે આ સર્વિસ ત્યાં સુધી શરૂ થઈ શકશે નહીં જ્યાં સુધી ડીઓટી તેને ક્લિયરન્સ આપે નહીં.

 

 

વાસ્તવમાં તાજેતરમાં બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમ દ્વારા એટલે કે બીઆઈએફએ સ્ટારલિંક ઉપર એ આરોપ લગાવ્યો હતો કે, એલન મસ્કની આ કંપની ભારતીય રેગ્યુલેટરી ફ્રેમવર્કને ફોલો કરી રહી નથી.

 

 

નોંધનીય છે કે બીઆએફે થોડા સમય પહેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ભારતીય સ્પેસ એજન્સી ઇસરો  પાસે પિટિશન દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંકને ભારતમાં સર્વિસ રોકવામાં આવે.

 

 

કારણકે બીઆઈએફની અંદર  ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબૂક અને એમેઝોન જેવી કંપનીઓ આવે છે. એટલેકે ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ બીઆઈએફ કરે છે. સ્વાભાવિક છે કે, સ્ટારલિંક આ કંપનીઓની કોમ્પિટિટર બને, આથી આ કંપનીઓ ન ઇચ્છે કે સ્ટારલિંક ભારતમાં આવે. આમ હવે સ્ટારલિંકે ભારતમાં આવા માટે રાહ જોયા સિવાય અન્ય કોઈ ઉપાય નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News