એક્સ પર 10 કરોડ ફોલોઅર્સ બદલ ઇલોન મસ્કએ વડાપ્રધાનને આપ્યા અભિનંદન

  • July 20, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન મોદી ’એક્સ’ પર 10 કરોડ ફોલોઅર્સ સાથે ’વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા’ બની જતાં ટેસ્લાના માલિક ઈલોન મસ્કે તેમને અભિનંદન પાઠવ્યા છે. તુલનાત્મક રીતે જોઈએ તો યુએસ પ્રમુખ જો બાઈડેન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગનના ઓછા ફોલોઅર્સ છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્કે પીએમ મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર 10 કરોડ ફોલોઅર્સ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે ’એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા બનવા બદલ અભિનંદન.’ તમને જણાવી દઈએ કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ’એક્સ’ એકાઉન્ટ પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે. ઈલોન મસ્કે એક્સ પર 10 કરોડ ફોલોઅર્સ પૂરા કરવા પર પીએમ મોદીને તેમના સત્તાવાર હેન્ડલ પર અભિનંદન આપ્યા. આ પછી લોકોએ પણ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી. લોકોએ મસ્કની પોસ્ટની નીચે કોમેન્ટમાં વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. એક-બે યુઝર્સે તો વડાપ્રધાનની એક્સ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. કેટલાકે તેને ભારત જોડાણ સાથે જોડીને ટોણો માર્યો હતો.

હું આ જ રીતે લોકો સાથે જોડાઈ રહેવા આતુર: મોદી
’એક્સ’ પર 10 કરોડ ફોલોઅર્સ મળવા પર વડાપ્રધાને એક પોસ્ટમાં કહ્યું હતું કે ’એક્સ’ પર મારા 10 કરોડ ફોલોઅર્સ છે. આ વાઇબ્રન્ટ માધ્યમ પર રહીને અને ચચર્,િ ચચર્,િ આંતરદૃષ્ટિ, લોકોના આશીવર્દિ, રચનાત્મક ટીકા અને ઘણું બધુંનો ભાગ બનીને ખુશ છું. હું ભવિષ્યમાં પણ આ જ રીતે લોકો સાથે જોડાયેલા રહેવા આતુર છું.વડા પ્રધાન મોદીની જેમ, અન્ય વિશ્વ નેતાઓ કે જેમની પાસે મોટી સંખ્યામાં અનુયાયીઓ છે તેમાં યુએસ પ્રમુખ જો બાઈડેન (3.81 કરોડ) અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન (2.15 કરોડ)નો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application