શહેરમાં જુગારના બે અલગ અલગ દરોડામાં પોલીસે નવ મહિલા સહિત ૧૧ શખસોને જુગાર રમતા ઝડપી લઇ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.પીસીબી અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જુગારના આ દરોડા પાડયા હતાં.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.એમ.ગોંડલીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ પર એસ.ટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગર શેરી નં.૫ માં રહેતી લમીબેનના મકાનમાં પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા છ મહિલાઓને ઝડપી લીધી હતી.પોલીસે પટમાંથી રોકડ .૩૭,૫૦૦ કબજે કર્યા હતાં.જુગાર રમતા ઝડપાયેલી મહિલાઓમાં લમીબેન વાલજીભાઇ ગોહિલ(ઉ.વ ૩૫), સંગીતાબેન વિનેશભાઇ બથવાર(ઉ.વ ૩૮), મંજુલાબેન અરજણભાઇ રાઠોડ(ઉ.વ ૪૦), પ્રભાબેન વસંતભાઇ રાખોલીયા(ઉ.વ ૪૨), ગીતાબેન દિનેશભાઇ પરમાર(ઉ.વ ૪૦) અને નીમુબેન મગનભાઇ સોલંકી(ઉ.વ ૪૫) નો સામાવેશ થાય છે.
જુગારના અન્ય દરોડામાં આજીડેમ પોલીસ મથકના સ્ટાફે કાળીપાટ ગામમાં કિરણબેન નામની મહિલાના મકાનના ફળીયામાં જુગાર રમતા હરેશ વિહાભાઇ પરાલીયા, કાનજી ભગવાનજીભાઇ સરવૈયા, કિરણબેન રમેશભાઇ ગોવાણી, સજનબેન બાળુભાઇ વાળા અને પ્રજ્ઞાબેન વિનોદકુમાર કામાણીને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ . ૧૩,૩૦૦ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં ભારતીય વાહનોની ભારે માંગ, એક્સપોર્ટના આંકડા જોશો તો ચોંકી જશો
April 20, 2025 12:39 PMચીન ન કરે એટલું ઓછું....માણસો સાથે રોબટ્સે લગાવી 21 કિમીની દોડ, જુઓ વીડિયો
April 20, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech