જૂનાગઢમાં ગિરનાર જંગલ વિસ્તારમાં ગઈકાલે બપોરે દામોદર કુંડમાં ચોમાસા દરમિયાન પણ ન જોવા મળેલી સ્થિતિ ગઈ કાલે જોવા મળી હતીગિરનાર પર્વત પર આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા દામોદર કુંડ રોદ્ર સ્વપમાં જોવા મળ્યો હતો.તળેટી વિસ્તારમાં પૂરની સ્થિતિથી અનેક આશ્રમોમાં પાણી ઘૂસી ગયા હતા.ભારતી આશ્રમમાં પાણી ઘૂસી જતા અનેક બાઈકો તણાઈ જવાના બનાવથી તંત્રમાં દોડધામ થઈ હતી. સુપડાધારે વરસાદથી શહેરીજનોને ગત હોનારતની યાદો તાજી થઈ હતી. શહેરમાં પણ વરસાદથી અનેક સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.બપોર થી સાંજ સુધી વરસાદ વરસ્યા બાદ સમી સાંજે મેઘરાજાનુ જોર ઓછું થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેડ એલર્ટની સ્થિતિના કારણે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય ચોમાસાની સિઝનમાં ન પડો હોય તેવો ભાદરવામાં વરસાદ વરસ્યો ગઈકાલે જુનાગઢ શહેરીજનોએ ગત વર્ષની જળ તાંડવની યાદો ફરીથી તાજી થઈ હતી. હાથીયો વરસતા ગિરનાર પર્વત જંગલ વિસ્તારમાં બે થી ચાર કલાકમાં અંદાજિત ૧૦ ઈંચ ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. પગથિયા પર નદીઓના પુર જોવા મળ્યા હતા તો બીજી તરફ તળેટી વિસ્તારમાં પણ પૂરની સ્થિતિ સર્જાતા તંત્રમાં દોડધામ થઈ હતી.એન ડી આર એફ, ફાયર અને ડિઝાસ્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવી પડી હતી. ગઈકાલે બપોરે એકાએક સુપડાધારે વરસાદથી દામોદર કુંડ રોદ્ર સ્વપ જોવા મળ્યો હતો. પગથિયાની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને નરસિંહ મહેતાની પ્રતિમા પણ પાણીમાં ગરકાવ થઈ હતી.જાણે કે દરિયો પહોંચ્યો હોય તેવા દ્રશ્યોથી લોકોના જીવ ઉચકાયા હતા. ભારતી આશ્રમ ખાતે વિજ્ઞાન મેળો ચાલી રહ્યો હતો ત્યારે શિક્ષકો પણ પહોંચ્યા હતા. વિજ્ઞાન મેળામાં આવેલ લોકોના વાહનો બહાર પાર્ક કરેલા હતા તે વાહનો પણ પાણીના પ્રવાહના જપટે ચડા હતા.વરસાદથી ડામર રોડ ઉખડી ગયો હતો. એક તબક્કે તો દામોદર કુંડની પાળ પરથી પાણી વહી રહ્યું હતું જેથી શહેરમાં કાળવા નદી પણ બે કાંઠે વહેવાથી ઓવરલો થવાને થોડું છેટુ રહ્યું હતું. જેથી રાયજી બાગ અને મોતીબાગ આસપાસના વિસ્તારોમાં પણ લોકોના જીવ ઉચકાયા હતા. શહેરમાં પણ દિવસભર વરસાદથી દોલતપરા પાસે, જોષીપરા, ઝાંઝરડા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોષીપરા અંડર બ્રિજ અને ઝાંઝરડા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી રસ્તા ડાઈવર્ટ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા તંત્રને સતત દોડધામ થઈ હતી. ભવનાથ તળેટી ખાતે પુરની સ્થિતિથી તત્રં દ્રારા રસ્તા બધં કરવામાં આવ્યા હતાં.
ગઈકાલે શહેરમાં પણ ધોધમાર વરસાદથી ગત જળ હોનારતની યાદ તાજી થઈ હતી. કાળવા ઘસમસ્તા એ કાંઠે પાણીના પ્રવાહ ગત વર્ષ જેવી સ્થિતિ જોવા મળી હતી સાંજે વરસાદ ધીમો ન પડો હોત તો મોતીબાગ પાસે આવેલ વોકળા પણ પાણી વટાવી ફરીથી સોસાયટીમાં ઘૂસવાની શકયતા સેવાય રહી હતી. પાણી નિહાળી રાયજીબાગ અને મોતીબાગ આસપાસના વિસ્તારોમાં પણ ચિંતા પ્રસરી હતી.શહેરમાં ગઈકાલે પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. મધુરમ , ખામધ્રોળ, દોલત પરા, માંગનાથ રોડ, ઝાંઝરડા રોડ, જોષીપરા, તળાવ દરવાજા સહિતના આસપાસના વિસ્તારો માં પાણી ભરાઈ જવાથી વેપારીઓને અને વાહન ચાલકોને હાલાકી નો સામનો કરવો પડો હતો.
જિલ્લ ામાં પણ ગઈકાલે વરસાદે તમામ તાલુકાઓમાં મુકામ કર્યેા હતો. માણાવદરમાં સાડા ચાર, માંગરોળ ચાર, વંથલી અને વિસાવદર, મેંદરડામાં ત્રણ, ભેસાણ અને માળીયાહાટીનામાં બે ઈચ વરસાદથી તમામ જળાશયો ફરીથી ઓવરલો થયા હતા. જિલ્લ ામાં સીઝનનો ૧૬૬ વરસી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech