મોટી ખાવડી, મોટી લખીયા, બેડ, લાલપુર, સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા સહિતના વિસ્તારોમાં 47 ટીમે વિજ ચોરી પકડી: બે દિવસમાં 1 કરોડ 62 લાખનો દંડ ફટકારાયો
પીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણેક દિવસથી વિજ ચોરી પકડી પાડવા માટે ફરીથી મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આજે સવારે જામનગરના કેટલાક વિસ્તારો અને દ્વારકા શહેરમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી છે અને સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, ગઇકાલે ા.122.40 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી અને બે દિવસમાં ા.1 કરોડ 62 લાખની વિજ ચોરી ઝડપાઇ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે પીજીવીસીએલના અધિક્ષક હસીત વ્યાસના નેજા હેઠળ ગઇકાલે મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, મોટા લખીયા, વસઇ, બેડ, નાઘેડી અને આજુબાજુનો વિસ્તાર તેમજ લાલપુર, હરીપર અને લાલપુર તાલુકાના કેટલાક ગામડાઓ ઉપરાંત જામનગર શહેરના સનસીટી, મહાપ્રભુજીની બેઠક, કાલાવડ નાકા, બેડી રીંગ રોડ આજુબાજુની સોસાયટી અને જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં ગઇકાલે 47 ટીમે 580 વિજ કનેકશનો ચેક કયર્િ હતાં, જેમાં 90માં વિજ ચોરી પકડાઇ હતી અને 1 કરોડ, 22 લાખ, 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. લોકલ પોલીસ 20 અને એસઆરપીના 12 જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વિજ લોસ આવે છે ત્યારે આગામી દિવસોમાં આ સ્થળોએ પણ વિજ ચેકીંગ કરવામાં આવશે, છેલ્લા બે દિવસથી દોઢ કરોડથી વધુ રકમની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech