શીલના દિવાસા ગામે ધમધમતી પથ્થરની ખાણમાં પોરબંદર પીજીવીસીએલ વિજિલન્સ ટીમે દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ખનીજ માફીયાઓ પીજીવીસીએલની ૧૧ કેવી લાઈનમાં નકલી વીજ ટ્રાન્સફોર્મર લગાવી હત્પક લગાવી જમીનમાં પથ્થર કાપવાની ચકડીઓ ચલાવતા હતા . ડાયરેકટ કનેકશન દ્રારા અંદાજિત ૪૪ લાખની વીજ ચોરી ઝડપી ખાણ માલિક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લ ા ઘણા મહિનાથી નકલી માલ, વ્યકિતઓને પકડવાનો સિલસિલો શ થયો છે નકલી ડોકટર, શિક્ષક, આઈએએસ, નકલી કચેરી, પીએ ઓછું પડતું હોય તેમ માંગરોળ તાલુકાના દીવાસા ગામે નકલી વીજ ટ્રાન્સફોર્મર ઝડપાયું છે. પીજીવીસીએલ ની વિજિલન્સ ટીમ ની ચેકિંગમાં સમગ્ર બાબત સામે આવી છે. માધવપુર સબ ડિવિઝન ના નાયબ ઇજનેર રવિ બગડાએ દિવાસા ગામે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર માંથી હત્પક લગાવીને જમીનમાં પથ્થર કાપવાની ચકરડીઓ ચલાવાતી હતી.નકલી ટ્રાન્સફોર્મર નિહાળી પીજીવીસીએલ ના કર્મીઓ પણ ચોકી ઉઠા હતા. અને ડાયરેકટ વીજ જોડાણ લઈ ખનીજ ચોરી કરવાના બનાવવામાંવીજ ચોરી કરી હોવાની વિગતો આપી હતી
વીજ ચેકિંગનો વીડિયો ચેનલમાં ચલાવતા નહીંની ધમકી આપી મીડિયા પત્રકાર ઉપર લાફાવાળી: રાજકોટના કુખ્યાત શખસ સામે ફરિયાદ
શીલના દિવાસા પાટીયા ખાતે પથ્થરની ખાણમાં ગઈકાલે પોરબંદર પીજીવીસીએલ વિજિલન્સની ટીમ ચેકિંગ કરવા ગયેલ હતી. આ વીજ ચેકિંગનું માંગરોળના પત્રકાર સંજયભાઈ વ્યાસ, અને નીતિનભાઈ પરમાર , કેશોદના પત્રકાર જય વિરાણી અને ચેતન પરમાર પણ ન્યુઝ કવરેજ કરવા ગયા હતા.યાં દિવાસા ગામની સીમમાં પીજીવીસીએલના અધિકારીઓ વીજ ચોરી કરવા બાબતેની કાર્યવાહી કરતા હોય જેથી કવરેજ કર્યા બાદ પરત ફર્યા હતા.અને દિવાસા પાટિયા પાસે પાણી પીવા પાનની દુકાને ઉભેલ હતા વાતચીત કરતી વખતે એકાએક માંગરોળ તરફથી એક મહિન્દ્રા થાર ગાડી આવેલ અને તેમાંથી ઈશાન ઉર્ફે મોટીયો ભીખુભાઈ જોશી રહે .રાજકોટ નામનો યુવક પત્રકારો પાસે આવી વિડીયો ઉતારવા કોણ ગયેલ હતું ટીવીમાં કઈં ચલાવતા નહીં તેમ કહી ગાળો આપી હતી અને નીતિનભાઈ પરમારે યુવકને ગાળો દેવાની ના પાડતા ઈશાન દ્રારા ટીવીમાં ચલાવશો તો જાનથી મારી નાખીશ મને ઓળખતા નથી તેમ કહી સંજયભાઈ વ્યાસને ત્રણ ચાર થપ્પડો મારી દીધી હતી.ઈશાન સામે હત્પમલો કરી ધમકી આપ્યા અંગેની પત્રકાર સંજયભાઈ વ્યાસે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech