BREAKING NEWS

દેશમાં કાળઝાળ ગરમીમાં વીજળીની માગ ૨૭૦ ગીગાવોટ સુધી પહોંચી ગઈ

  • May 20, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં ભીષણ ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીની સાથે વીજળીની માંગ પણ સતત વધી રહી છે. મીડિયા રિપોટર્સમાંથી મળેલા રેકોર્ડ મુજબ, સોમવારે બપોરે ૩:૪૦ વાગ્યા સુધી વીજળીની માંગ ૨૬૦.૫ ગીગાવોટ સુધી પહોંચી ગઈ હતી. વીજળી મંત્રાલયે આપેલા ડેટા અનુસાર, તીવ્ર ગરમીની લહેર વચ્ચે એર કંડિશનર અને ડેઝર્ટ કુલર જેવા ઠંડક ઉપકરણોના ઉપયોગમાં વધારો થવાને કારણે સોમવારે ભારતમાં મહત્તમ વીજળીની માંગ ૨૫૭.૩૭ ગીગાવોટની ઐંચી સપાટીએ પહોંચી ગઈ હતી.
વધુમાં, વીજળી મંત્રાલયનો અંદાજ છે કે આ ઉનાળામાં ભારતની ટોચની વીજળીની માંગ ૨૭૦ ગીગાવોટ સુધી પહોંચી જશે. અહેવાલ મુજબ, એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઉનાળામાં વીજળીની માંગ ૨૮૦ ગીગાવોટ સુધી પહોંચી શકે છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ આ અઠવાડિયે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગોમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી હતી કે સોમવારે અનેક સ્થળોએ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સોમવારથી ૨૪ મે દરમિયાન પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું રહેવાની સંભાવના છે, યારે મંગળવારથી ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીથી લઈને ગંભીર ગરમીનું મોજું આવવાની સંભાવના છે.
પંજાબના ભટિંડામાં સોમવારે દિવસ દરમિયાન ભારે ગરમીનો અનુભવ થયો હતો, તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, યારે હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application