જામનગરમાં ગઇકાલના વિજ ચેકીંગમાં ા.23.10 લાખની વિજ ચોરી ઝડપાઇ: ગુલાબનગર, રામવાડી, લીમડા લેન, બેડીગેઇટ, ખોજાગેઇટ, દરબારગઢ, કાલાવડ નાકા વિસ્તારમાં 26 ટીમો દ્વારા કરાયેલા ચેકીંગમાં 52માં વિજ ચોરી પકડાઇ
જામનગર શહેર અને જિલ્લામાં બે અઠવાડીયાથી ફરીથી પીજીવીસીએલ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી, ગઇકાલે જામનગરના ગુલાબનગર, રામવાડી, લીમડા લેન, બેડીગેઇટ, ખોજાગેઇટ, દરબારગઢ, કાલાવડ નાકા વિસ્તારમાં 26 ટીમો દ્વારા કરાયેલા ચેકીંગમાં 52માં વિજ ચોરી પકડાઇ હતી અને ા.23.10 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. આજે જામનગર તાલુકો અને ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં સવારના 7 વાગ્યાથી 26 ટીમ દ્વારા વિજ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને સાંજ સુધીમાં મોટાપાયે વિજ ચોરી પકડાય તેવી શકયતા છે.
15 દિવસ પહેલા લગભગ બે અઠવાડીયા સુધી કરાયેલા વિજ ચેકીંગમાં ા.ત્રણેક કરોડની વિજ ચોરી પકડાયા બાદ ગઇકાલે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફરીથી 26 ટીમોએ ચેકીંગ કર્યુ હતું જેમાં 350 વિજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં જેમાં 52માં વિજ ચોરી મળી હતી, એસઆરપીના 14 જવાનો અને લોકલ પોલીસના 10 જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો, કેટલાક સ્થળોએ લોકો ઘર બંધ કરીને ચાલ્યા ગયા હતાં, પીજીવીસીએલના અધિકારીઓએ સવારે 7 થી 2 દરમ્યાન સતત વિજ ચેકીંગની કાર્યવાહી કરી હતી. અત્રે એ યાદ આપવું જરી છે કે, તા.2 થી 6 ડીસેમ્બર દરમ્યાન સમગ્ર હાલારમાં વિજ ચોરી પકડવા માટે અભીયાન હાથ ધરાયું હતું જેમાં ા.2 કરોડથી વધુ રકમની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી, આમ ફરીથી ચેકીંગ ડ્રાઇવ શ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech