હાલારના બન્ને જિલ્લાઓમાં વિજ તંત્ર દ્વારા સતત ચોથા દીવસે વિજ ચેકીંગ

  • December 06, 2024 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુલ બે કરોડથી વધુની વિજ ચોરી પકડાઈ


હાલારના બંને જિલ્લાઓ માં છેલ્લા ચાર દિવસથી સતત વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને રૂપિયા બે કરોડથી વધુની વીજ ચોરી પકડી લેવામાં આવી છે. ગઈ કાલે ગુરુવારે સતત ચોથા દિવસે પણ વિજ ચેકીંગ ચાલુ રખાયું હતું, અને વધુ ૪૧.૮૦ લાખની વિજ ચોરી પકડી લેવાઈ છે. 


જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે ગુરુવારે સવારે સતત ચોથા દિવસે વિજ ચેકિંગ ચાલુ રખાયું હતું, અને જામનગર શહેરના જલારામ ઝુપડપટ્ટી, લીમડાલેન, સેતાવાડ, ખોજાવાડ, માંડવી ટાવર, જલાનીજાર, માંડવી ટાવર સહિતના શહેરના એરિયામાં ચેકિંગ ચાલુ રખાયું હતું, તેમજ જામજોધપુર ના ગ્રામ્ય પંથકમાં પણ વિજ ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રખાઈ હતી.


કુલ ૩૭ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૨ નિવૃત આર્મી મેન અને ૨૧ લોકલ પોલીસમેંનને મદદમાં જોડવામાં આવ્યા હતા.


સમગ્ર દિવસ દરમિયાન કુલ ૩૮૫ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૬૮ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૪૧.૮૦ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા માત્ર ૪ દિવસ દરમિયાન રૂપિયા બે કરોડ ૧૫ લાખ થી વધુની વિજ ચોરી ઝડપી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application