ત્રણ રાજયમાં રાજયસભાની ૧૫ બેઠક માટે આજે ચૂંટણી

  • February 27, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના ત્રણ રાજયોમાં રાજયસભાની ૧૫ બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાશે. ઉત્તર પ્રદેશની ૧૦, કર્ણાટકની ૪ અને હિમાચલ પ્રદેશની એક બેઠકનો સમાવેશ થાય છે. યુપી અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, યારે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારનું પલડું ભારે છે.ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રાયસભાની ચૂંટણી માટે રસપ્રદ મુકાબલો જોવા મળશે. યુપીમાં ૧૧ અને કર્ણાટકમાં ૫ ઉમેદવારો મેદાનમાં છે. હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે.

૧૫ રાજયમાં રાયસભાની ૫૬ બેઠકો ખાલી છે. તેમાંથી ૧૨ રાજયોની ૪૧ રાજયસભા બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાયસભાની ચૂંટણી માટે મતદાન સવારે ૯ વાગ્યાથી શ થશે અને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે ૫ વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જયારે રાત્રે પરિણામ આવવાની આશા છે.

૪૧માંથી કોને કેટલી બેઠકો મળી?
મતદાન પહેલા જ ચૂંટણી પંચે ૪૧ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જેમાં ભાજપના ૨૦ અને કોંગ્રેસના ૬ ઉમેદવારો છે. ટીએમસીએ ૪ બેઠકો,  વાયએસઆર કોંગ્રેસે ૩, એરજેડી અને બીજુ જનતા દળને ૨–૨ યારે જેડીયુ, શિવસેના, એનસીબી અને બીઆરએસએ ૧–૧ બેઠક જીતી છે.


કયા ઉમેદવારો મેદાનમાં છે?
ઉત્તર પ્રદેશ : આ રાજયમાં કુલ ૧૧ ઉમેદવાર છે. ભાજપ તરફથી સુધાંશુ ત્રિવેદી, આરપીએન સિંહ, અમરપાલ મૌર્ય, તેજપાલ સિંહ, નવીન જૈન, સાધના સિંહ, સંગીતા બળવતં અને સંજય સેઠ છે. યારે સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચન, આલોક રંજન અને રામજી લાલ સુમનને મેદાનમાં ઉતાર્યા છે.

કર્ણાટક : કર્ણાટકમાં કુલ પાંચ ઉમેદવાર છે. કોંગ્રેસ તરફથી અજય માકન, સૈયદ નાસિર હત્પસૈન અને જીસી ચંદ્રશેખર મેદાનમાં છે. ભાજપે નારાયણ સા ભાંડગેને યારે જેડીએસે કુપેન્દ્ર રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે.

હિમાચલ પ્રદેશ : અહીં કુલ ૨ ઉમેદવાર છે. કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. યારે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં
ઉતાર્યા છે : અહીં કુલ ૨ ઉમેદવાર છે. કોંગ્રેસે અભિષેક મનુ સિંઘવીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. યારે ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં
ઉતાર્યા છે

કોને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ
યુપીની રાયસભાની ૧૦માંથી ૭ બેઠકો પર વિજય નિશ્ચિત માનવામાં આવે છે. અહીં એક ઉમેદવારને જીતવા માટે ૩૭ વોટની જર છે. ભાજપ અને તેના સહયોગી દળો પાસે ૨૮૮ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં ૭ ઉમેદવારો સરળતાથી જીતી શકે છે. આ સાથે જ સમાજવાદી પાર્ટીના ૩માંથી ૨ ઉમેદવારોની જીત નિશ્ચિત છે. સપાને ૧૦૮ મતોનું સમર્થન છે. જેમાં કોંગ્રેસના ૨ ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. બીજેપીને તેના ૮મા ઉમેદવારની જીત માટે ઓછા વોટ મળી રહ્યા છે અને સપાને તેના ત્રીજા ઉમેદવારને. ત્રીજા ઉમેદવારને જીતાડવા માટે ભાજપને ૮ વોટ ઓછા પડી રહ્યા છે.

કર્ણાટક– કોંગ્રેસ ૨ સીટ જીતી શકે
૨૨૪–સીટોવાળી કર્ણાટક વિધાનસભામાં, દરેક ઉમેદવારને ૪૫ પ્રથમ પસંદગીના મતોની જર છે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ૧૩૪ ધારાસભ્યો છે. આ સિવાય કોંગ્રેસે બે અપક્ષ સહિત વધુ ત્રણ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યેા છે. યારે ભાજપ પાસે ૬૬ અને જેડીએસ પાસે ૧૯ ધારાસભ્યો છે. કોંગ્રેસને ત્રણ બેઠકો જીતવાની આશા છે. ચોથી બેઠક માટે રસપ્રદ હરીફાઈ છે. સંખ્યાની ધ્ષ્ટ્રિએ જોવામાં આવે તો ચોથી બેઠક પર ભાજપને આસાન જીત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. યારે જેડીએસ ક્રોસ વોટિંગની અપેક્ષા રાખે છે.


હિમાચલ પ્રદેશ– કોંગ્રેસને જીતની આશા
હિમાચલ પ્રદેશમાં ૬૮ ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે ૪૦ અને ભાજપ પાસે ૨૫ ધારાસભ્યો છે. ચૂંટણી જીતવા માટે, દરેક ઉમેદવારને ૩૫ પ્રથમ પસંદગીના મતોની જર છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની જીતની પૂરી આશા છે. ભાજપે હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપને તેના ઉમેદવારને જીતવા માટે વધુ ૧૦ વોટની જર છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો ક્રોસ વોટ કરે તો ભાજપના ઉમેદવાર જીતી શકે છે. જો કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યેા છે










લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application