હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૨૫–મેએ યોજાશે
હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૨૫–મેએ યોજાશે
May 19, 2026 09:41 AM
મોરબીની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જિલ્લ ા વિકાસ અધિકારી દ્રારા લેવાયેલા નિર્ણય અનુસાર, પાંચેય તાલુકા પંચાયતો એટલે કે મોરબી, માળીયા(મી.), ટંકારા, વાંકાનેર અને હળવદ ખાતે આગામી તારીખ ૨૫૦૫૨૦૨૬ ના રોજ બપોરે ૧૨–૦૦ કલાકે પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર નોટિસ તમામ તાલુકા પંચાયતના સભ્યઓને તા.૧૫૦૫૨૦૨૬ થી પાઠવી દેવામાં આવી છે.પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી લડવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ઉમેદવારી ફોર્મ જે–તે તાલુકા પંચાયત કચેરીએથી મેળવવાના રહેશે. ઉમેદવારોએ બે ફોર્મ સંપૂર્ણ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ ૨૪-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૧૧–૦૦ થી બપોરે ૨ કલાક સુધીમાં સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને બ પહોંચતા કરવાના રહેશે.ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. ૨૪ના રોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવશે..