ચૂંટણી ૧૮મી પછી છ–સાત તબક્કામાં? આજે જાહેરાત

  • March 16, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી પચં આગામી લોકસભા ચૂંટણી (લોકસભા ચૂંટણી ૨૦૨૪)ની તારીખો આજે જાહેર કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. લોકસભાની સાથે ૪ રાયો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરવામાં સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચુંટણી સાતથી આઠ તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી સાત કે આઠ તબક્કામાં યોજાય તેવું લાગી રહ્યું છે. આગામી ૧૮મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થાય તેવી સંભાવના છે. ૧૭મી તારીખે રામનવમી છે અને તે અગાઉ રમજાન મહિનો પુરો થાય છે એટલે ચૂંટણી ૧૮મીથી જ શરૂ  થાય તેવું સૂત્રો માની રહ્યા છે.

આ સાથે સમગ્ર દેશમાં આચારસંહિતા પણ લાગુ કરવામાં આવશે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અકબધં રહેશે. સ્વતત્રં અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચે કેટલાક નિયમો બનાવ્યા છે, જે આચારસંહિતા તરીકે લાગુ થાય છે. તેના અમલીકરણની સાથે જ સરકારની કામગીરીમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થાય છે

સરકારી નાણા વાપરી શકાશે નહીં
આચારસંહિતા દરમિયાન સરકારી નાણાનો ઉપયોગ જાહેરાત કે જનસંપર્ક માટે કરી શકાશે નહીં. જો આવી જાહેરાતો પહેલાથી ચાલી રહી હોય તો તેને દૂર કરવામાં આવશે. કોઈ નવી યોજના, બાંધકામ, ઉધ્ઘાટન કે શિલાન્યાસ થઈ શકશે નહીં. જો કોઈ કામ શ થઈ ગયું હોય તો તે આગળ વધી શકે છે.

સરકારી કર્મચારીઓની બદલી પર રોક લાગશે
કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના કર્મચારી તરીકે કામ કરે છે. આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટ કરી શકતી નથી. કોઈપણ અધિકારીની બદલી કે પોસ્ટિંગ જરી હોય તો પણ પંચની પરવાનગી લેવાની રહેશે

સરકારી જાહેરાતો પર પ્રતિબંધ
ચૂંટણી પેનલની માર્ગદર્શિકા જણાવે છે કે ચૂંટણીની જાહેરાત પછી, મંત્રીઓ અને અન્ય અધિકારીઓને કોઈપણ નાણાકીય અનુદાનની જાહેરાત અથવા વચન આપવા પર પ્રતિબધં છે. સરકારી કર્મચારીઓ સિવાય સરકાર સાથે સંકળાયેલ કોઈપણ વ્યકિતને શિલાન્યાસ કરવા અથવા કોઈપણ પ્રકારની યોજનાઓ અથવા યોજનાઓ શ કરવા પર પ્રતિબંધ. આ સમયગાળા દરમિયાન રસ્તાઓનું નિર્માણ, પીવાના પાણીની સુવિધા વગેરેને લગતા વચનો આપી શકાતા નથી

૧૨ લાખ મતદાન મથકો પર ૯૭ કરોડ લોકો મતદાન કરવા પાત્ર
આગામી લોકસભા ચૂંટણીમાં ૧૨ લાખથી વધુ મતદાન મથકો પર લગભગ ૯૭ કરોડ લોકો મતદાન કરવા પાત્ર છે. તમામ રાજકીય પક્ષોએ પણ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ભાજપે અત્યાર સુધીમાં તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં ૧૯૫ અને બીજી યાદીમાં ૭૨ નામોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની બે યાદી પણ બહાર પાડી છે. પ્રથમ યાદીમાં ૩૯ અને બીજી યાદીમાં ૪૩ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે

પ્રચાર સંબંધિત નિયમો અને પ્રતિબંધો
મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુદ્રારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે ગમે તેટલા વાહનો (ટુ–વ્હીલર સહિત)નો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમણે પહેલા રિટનિગ ઓફિસરની પરવાનગી લેવી પડશે. કોઈપણ પક્ષ કે ઉમેદવારે રેલી કે સરઘસ કાઢતા પહેલા કે ચૂંટણી સભા કરતા પહેલા પોલીસની પરવાનગી લેવી પડશે. રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી ડીજેનો ઉપયોગ કરી શકાશે નહીં. રેલી યોજવી હોય તો પણ સવારે ૬ વાગ્યા પહેલા નહીં અને ૧૦ વાગ્યા પછી નહીં. ચૂંટણી પંચના મતે, વિશ્રામગૃહો, ડાક બંગલા અને અન્ય સરકારી આવાસ પર શાસક પક્ષ કે તેના ઉમેદવારોનો ઈજારો ન હોવો જોઈએ. પરંતુ તેનો ચૂંટણી પ્રચાર માટે પ્રચાર કાર્યાલય તરીકે ઉપયોગ કરવા અથવા કોઈપણ પક્ષ દ્રારા જાહેર સભાઓ કરવા માટે પ્રતિબંધિત છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News