ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ તરીકે જીવણભાઇ કુંભરવડિયા ખાસ હાજર રહ્યા
કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આગામી નગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ધારા ધોરણે નક્કી કરવા તેમજ શહેરમાં ઉમેદવારોની પસંદગી માટે સર્વે કરવા તેમજ જાહેર જનતાના અભિપ્રાયો લેવા બાબતે રણનીતિ ઘડી કાઢવામાં આવેલ હતી, તેમજ ભાજપ દ્વારા નગરપાલિકામાં કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડો લોકો સમક્ષ ઉજાગર કરવા જણાવવામાં આવ્યા હતા.
આ મહત્વની મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે જીવણભાઈ કુંભરવડિયા ખાસ હાજર રહ્યા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ વસોયા, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જે.ટી.પટેલ, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દેવદાનભાઈ જારીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા જે.પી.મારવિયા, નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતા ઈમરાનભાઈ સમા, પૂર્વ નગરપાલિકા સદસ્ય મહેશભાઈ વાદી, વસીમભાઈ કાદરી, જીતેશભાઈ માટીયા, શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વકીલ સાજીદભાઈ બ્લોચ, વકીલ હનીફભાઈ, સેવાદળના પ્રમુખ ચેતનભાઇ ઠેસીયા, લઘુમતી સેલના પ્રમુખ જીકરબાપુ કાદરી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મૂળજીભાઈ પ્રજાપતિ, શહેર મહિલા પ્રમુખ યાસ્મીનબેન મોવર, તાલુકા મહિલા પ્રમુખ રમાબેન દેગડા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ ગઢીયા, અશોકસિંહ જાડેજા તેમજ શહેર મહામંત્રી ભીખાભાઈ ચંદ્રપાલ, એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન રવિભાઈ શુકલ, ઋષિરાજસિંહ સોઢા, ગુલાબભાઈ શાહમદાર, સંદીપભાઈ ખરા, વોર્ડ પ્રમુખ ધ્રુવિલભાઈ તળપદા, હમીરભાઈ સાગઠીયા, બાબાભાઈ રાંક, શામજીભાઈ કોળી, સદામભાઈ મલેક સુભાષભાઈ વિરાણી વસીમભાઈ કાદરી સુનિલભાઈ વગેરે આગેવાનઓ અને કાર્યકર્તાઓ આ મહત્વની ચૂંટણીલક્ષી મિટિંગમાં હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech