ગરમીના પ્રકોપ વચ્ચે ચૂંટણીના રાજકારણમાં ગરમાવો: ડેમેજ કંટ્રોલ માટે ભાજપની ૨૨ મિટિંગ મળી
ગરમીના પ્રકોપ વચ્ચે ચૂંટણીના રાજકારણમાં ગરમાવો: ડેમેજ કંટ્રોલ માટે ભાજપની ૨૨ મિટિંગ મળી
April 14, 2026 03:03 PM
ગાંધીનગર : ગુજરાતમાં વાતાવરણમાં આવેલા પલટા અને કમોસમી વરસાદના વિરામ બાદ હવે સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. રાયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ તેની સાથે જ આગામી સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પોતાની પ્રચાર વ્યૂહરચનામાં મોટા ફેરફારો કરવાની ફરજ પડી છે. ભીષણ ગરમીના કારણે ભાજપ દ્રારા મોટી જાહેરસભાઓના સ્થાને હવે નાની સભાઓ, ગ્રુપ મીટિંગ્સ અને 'ઘર ઘર સંપર્ક' (ડોર–ટુ–ડોર) અભિયાન પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્ટાર પ્રચારકોના પ્રવાસનું આયોજન પણ એવી રીતે કરવામાં આવ્યું છે કે જેથી તેઓ મહત્તમ લોકો અને કાર્યકરો સાથે સીધો સંવાદ કરી શકે. ૧૬ એપ્રિલે ઉમેદવારી પત્રો ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી ચિત્ર વધુ સ્પષ્ટ્ર થશે અને પ્રચારનો બીજો તબક્કો વેગ પકડશે.તો આપ, કોંગ્રેસ અને અપક્ષ ચુંટણી પ્રચાર માં પહોચે તે પહેલા ભાજપની પહોંચવાની હોડ. લગાવી છે.છેલ્લI ત્રણ દિવસથી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યકર્તા સંમેલનો અને બેઠકો ગજવી રહ્યા છે. ભાજપ માટે અત્યારે વિરોધ પક્ષો કરતાં પણ મોટી સમસ્યા પક્ષની અંદરનો આંતરિક અસંતોષ છે. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા જૂથો અને આગેવાનોને મનાવવા માટે પ્રદેશ નેતાગીરી એકશન મોડમાં આવી છે. ધારાસભ્યોથી માંડીને પ્રદેશના ટોચના નેતાઓને 'ડેમેજ કન્ટ્રોલ'ની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર્રમાં છેલ્લ ા બે દિવસમાં આવી ૨૨થી વધુ બેઠકો યોજીને નારાજ કાર્યકરોને શાંત પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આમ, એકતરફ કુદરતી ગરમી અને બીજી તરફ ચૂંટણીનો માહોલબંને વચ્ચે ગુજરાતનું રાજકારણ અત્યારે અત્યતં ઉત્તેજક તબક્કામાં પ્રવેશ્યું છે. આવતીકાલે ઉમેદવારી પત્ર પર જ ખેંચાયા બાદ ચિત્ર સ્પષ્ટ્ર થશે અને ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ વેગ પકડશે તે વાત નક્કી છે