BREAKING NEWS

૩૦ એપ્રિલ સુધી ચૂંટણી અધિકારીઓ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટના પાવર ભોગવશે

  • April 10, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૩૦ એપ્રિલ સુધી ચૂંટણી અધિકારીઓ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટના પાવર ભોગવશે


રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે મેજીસ્ટ્રીયલ પાવર ધરાવતા ન હોય તેવા ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીને નિશ્ચિત સમયગાળા અને કાર્યક્ષેત્ર માટે સ્પેશ્યલ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેના પાવર્સ એનાયત કરવામાં આવ્યા છે. તેમજ રાજકોટ જિલ્લ ામાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગત સાંજ સુધીમાં ૩૧૯૧ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. આવતીકાલે તારીખ ૧૧ના રોજ ઉમેદવારી પત્રક સ્વીકારવાનો છેલ્લ ો દિવસ છે. આવતીકાલે મહિનાનો બીજો શનિવાર હોવા છત્તા રજા રહેશે નહીં અને કચેરીઓ ચાલુ રહેશે.
ચૂંટણી પૂર્વે તમામ મોરચે વહીવટી તત્રં દ્રારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લ ા કલેકટર ડો. ઓમ પ્રકાશે જાહેર કરેલા જાહેરનામામાં સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી અધિકારીઓને તા.૩૦૦૪૨૦૨૬ સુધી 'સ્પેશ્યલ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ'ના પાવર્સ એનાયત કર્યા છે.
જે અંતર્ગત જીલ્લાના મહત્વના મતદાર મંડળો માટે જિલ્લ ા પુરવઠા અધિકારી રાજકોટ શહેરને ૧ આણંદપર, ૪ બેડલા,૧૮ કુવાડવા, ૩ બેડી, ૧૪ કસ્તુરબાધામ અને ૨૯ સરધાર વિસ્તાર માટે તેમજ રાજકોટ જિલ્લ ા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીને ૧૬ કોલકી, ૨૩ મોટી પાનેલી અને ૧૧ ડુમિયાણી વિસ્તાર માટે 'સ્પેશ્યલ એકિઝકયુટીવ મેજિસ્ટ્રેટ'ના પાવર્સ એનાયત કર્યા છે. એ સિવાય રાજકોટ જિલ્લ ાના આચાર સંહિતાના નોડલ અધિકારી તથા અધિક કલેકટરની કચેરી તરફથી મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લ ામાં અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી ૩૧૯૧ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. જેમાં ૫૩૭ દિવાલ પરના લખાણો દૂર કરાયા છે. આ સાથે ૨૩૦૭ પોસ્ટર્સ, ૨૫૩ બેનર્સ, ૯૪ અન્ય મળીને પ્રચાર સામગ્રી હટાવી દેવાઈ છે. ખાનગી મિલકતો પરથી આવી ૨૦ જેટલી સામગ્રી દૂર કરવામાં આવી છે. આમ જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૨૧૧ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવાઈ છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News