રથયાત્રાના તહેવાર પછી સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો આવી રહ્યાં છે, જેના ભાગરૂપે નવા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા છે. પ્રદેશ પ્રમુખ ઓબીસી કેટેગરીમાંથી આવશે અને વિસ્તરણમાં સાત થી આઠ નવા સભ્યોનો સમાવેશ થવાની અટકળો વહેતી થઇ છે.
ભાજપના વિસ્તૃત કારોબારીની બેઠક પછી નવા પ્રદેશ પ્રમુખની વરણી શક્ય બનશે. કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં નામની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે. બીજીતરફ રથયાત્રામાં બંદોબસ્ત જરૂરી હોઇ હાલ બ્યુરોક્રેસી તેમજ પોલીસ વિભાગમાં બદલીઓ નહીં થાય પરંતુ રથયાત્રા પછી એક તરફ કેબિનેટના વિસ્તરણની તૈયારી અને બીજીતરફ ઉચ્ચ અધિકારીઓમાં ફેરફારના ઓર્ડર તૈયાર થશે.
ગુજરાત સરકારની હાલની કેબિનેટનું વિસ્તરણ જુલાઇ મહિનાના મધ્યમાં થવાની સંભાવના દેખાઇ રહી છે. સરકાર અને સંગઠનમાં જે ચહલ-પહલ જોવા મળી છે તે આધારે નવા પાંચ થી સાત થી આઠ ચહેરાનો સમાવેશ શક્ય બનશે.સરકાર અને સંગઠનમાં ફેરફારો નિશ્ચિત બન્યાં છે.ચર્ચા રહ્યું છે કે વિસ્તરણ અંગે હાઇકમાન્ડની મંજૂરી માગવામાં આવી છે. હાલ મુખ્યમંત્રી સાથે નવ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષા મળીને કુલ 17 મંત્રીઓ ફરજ બજાવે છે. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી પાસે 17, રાજ્ય ગૃહમંત્રી પાસે સાત અને રાજ્યકક્ષાના અન્ય એક મંત્રી પાસે છ વિભાગોનું ભારણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુખ્યમંત્રીની મુલાકાત બાદ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે.લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech