હાલારની પાંચ નગરપાલીકાઓના પ્રમુખ-ઉપપ્રમુખની આજે સાંજે વરણી

  • March 05, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર, કાલાવડ, દ્વારકા, ધ્રોલ, ભાણવડના નગરજનોમાં ઉત્કંઠા


સમગ્ર હાલારની 6 નગરપાલીકા પૈકી 5 નગરપાલીકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, જે પૈકી સલાયાને બાદ કરતા જામજોધપુર, કાલાવડ, દ્વારકા, ધ્રોલ અને ભાણવડના નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદેદારોની જાહેરાત આજે સાંજે થશે.


હાલારની છ નગરપાલીકામાં ગત માસે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો કેસરીયો છવાઇ ગયો છે, 5 નગરપાલીકા પર ભાજપે કબ્જો કર્યો, 4માં પોતાની સતા જાળવી રાખવામાં ભાજપ સફળ થયું હતું જયારે એક નગરપાલીકા કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી, ફકત સલાયા એક જ એવી નગરપાલીકા છે જયાં ભાજપ એક પણ બેઠક જીતી શકયું ન હતું.


છેલ્લા 15 દિવસથી હાલારના 5 નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં વિલંબ થઇ રહ્યો છે, મોવડી મંડળ પર બળુકા સભ્યોના દબાણના કારણે નિયુકતી થઇ શકી નથી, આજે સાંજે હાલારની 5 નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખની નિયુકતી થનાર છે.


1લી ટર્મ પ્રમાણે અઢી વર્ષ હાલારની નગરપાલીકા ઉપર સ્ત્રી રાજ આવશે, નીરીક્ષકો પદના નામની મહોર લગાવશે, જામજોધપુરમાં આ વખતે ટર્મ મુજબ બક્ષીપંચ સ્ત્રીને પ્રમુખ પદ મળશે, કાલાવડમાં સામાન્ય સ્ત્રીની ટર્મ છે, જયારે ધ્રોલમાં અનુસુચીત જાતીના સ્ત્રીને પ્રમુખ પદ મળશે, દ્વારકા અને ભાણવડમાં સામાન્ય સ્ત્રી પ્રમુખ પદ તરીકે અઢી વર્ષ માટે નિયુકત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application