ધ્રોલની સંપૂર્ણ ચૂંટણી થયા બાદ હોદ્દેદારો નિમાશે: જામજોધપુર, કાલાવડ, દ્વારકા, ભાણવડ અને સલાયામાં આવતીકાલે હોદ્દેદારો નિમાશે
જામનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓની ચુંટણીમાં ભાજપાનો કેસરીયો લહેરાયા બાદ આવતીકાલે તા. ૫ માર્ચની સાંજે ૪ વાગ્યે કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના સભા ખંડ ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના પદાધિકારીઓની ચુંટણીની પ્રક્રિયા પ્રાંત અધિકારીઓની અધ્યક્ષતામાં કરવામાં આવશે.
ભાજપાને સ્પષ્ટ બહુમતી હોવાથી પાર્ટીના પ્રદેશ નિરિક્ષકો સ્થાનિક નેતાગીરી પાસેથી સેન્સ લઈ ગયા છે. આજે તા.૪ની સવારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં બંને નગરપાલિકાઓના સુત્રધારો મોટાભાગે નક્કી થયા બાદ બુધવારે તા.૫મીએ માત્ર ઔપચારિક ચુંટણી પ્રક્રિયા માટે પાર્ટી સંભવતઃ વ્હીપ જારી કરશે.
દેવભૂમી દ્વારકા જિલ્લામાં તા.૫મી માર્ચના રોજ દ્વારકા,ભાણવડ અને સલાયા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. જે ચૂંટણી ડેપ્યુટી કલેકટર અને મામલતદારની અધ્યક્ષતામાં યોજાશે.
ગત તા.૧૬ ફેબ્રુઆરીએ જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ, જામજોધપુર નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં ધ્રોલ ટાઉનની ૨૪ બેઠકોમાંથી ભાજપને ૧૫, કોંગ્રેસને ૮ અને અપક્ષના ફાળે ૧ બેઠકો મળી હતી અને જામજોધપુરમાં ૨૮માંથી ૨૭ બેઠકો ભાજપને મળી હતી. જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીને મળી હતી.
જ્યારે ધ્રોલમાં વોર્ડ નંબર સાતના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં વોર્ડ નંબર-૭ની ચુંટણી મુલત્વી રહી હતી. તેથી આ ન.પા.માં ચુંટણી સપુર્ણ રીતે યોજાયા બાદ અહીં ન.પા.ના પદાધિકારીઓની ચુંટણી યોજાશે. જામજોધપુરની વાત કરીએ તો આ વખતે પ્રમુખ પદે ઓબીસી મહિલા અનામત છે. ચુંટાયેલા સભ્યોમાં હિરવાબેન કવૈયા, કંચનબેન રમેશભાઈ ગૌસ્વામી, રેખાબેન વિરાભાઈ વાઢેરના નામો મોખરે ગણાય અને ચેરમેન પદે રાજેશભાઈ સાપરીયાનું નામ મોખરે છે. ભાજપને આ જ રીતે કાલાવડમાં મહિલા સામાન્ય અનામત છે. જેમાં રંજનબેન પ્રફુલ્લભાઈ રાખોલીયા, ફાલ્ગુનીબેન મેહુલભાઈ સોજીત્રા, મંજુલાબેન વિનોદભાઈ કપુરીયા, ખમાબા સહદેવસિંહ જાડેજાના નામો મોખરે છે. જયારે ચેરમેન પદ માટે પાયાના કાર્યકર અશ્વિનભાઈ ઝીંઝુવાડીયા, સદામભાઈ બારાડી અને ડૉ. જય મુકેશભાઈ મહેતાના નામો ચર્ચામાં છે.
જામનગર જિલ્લા ભાજપા ખાતે નિરિક્ષકો ભરતભાઈ બોઘરા અને વંદનાબેન મકવાણાએ પક્ષના મોવડીઓની સેન્સ લીધી હતી અને આજે તેના પરથી કમલમ ખાતે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જે તે નામ ઉપર મ્હોર મારવામાં આવશે.
દેવભૂમી-દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ આવતી કાલે બુધવારના રોજ પ્રમુખ તથા ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી યોજાશે. નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી ઈન્ચાર્જ ડે.કલેકટર હિમાંશુ ચૌહાણ દ્વારા કરાશે તેમજ દ્વારકા નગરપાલિકામાં આ વખતે રોટેશન અનુસાર બિન અનામત વર્ગના પ્રમુખ આવશે. જયારે ભાણવડ નગરપાલિકામાં પ્રમુખપદની ચૂંટણી મામલતદાર અશ્વિનભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવશે.
ભાણવડમાં પણ આ વખતે રોટેશન અનુસાર બિન અનામત વર્ગના પ્રમુખ આવશે. બંને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ અને સ્પષ્ટ બહુમતી હોય ભાજપના જ પ્રમુખ આવશે. સલાયા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પણ બુધવારના રોજ પ્રાંત અધિકારી કે.કે. કરમટાની ઉપસ્થિતીમાં યોજાશે. ગત ૧૬ ફેબ્રુઆરીએ યોજાયેલ ન.પા. ની ચૂંટણીમાં દેવભુમી દ્વારકામાં 7 વોર્ડની 28 એ 28 તમામ બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. તેમજ ભાણવડની 6 વોર્ડની ન.પા. ની ચૂંટણીમાં 24 બેઠકમાંથી 21 બેઠક પર ભાજપનો કબ્જો થયો હતો અને માત્ર 3 બેઠક પર કોંગ્રેસને બહુમતી મળી હતી, સલાયાની વાત કરી એ તો કોંગ્રેસને ૧૫ તથા આપને ૧૩ સીટો મળી હોય સંભવત: કોંગ્રેસના પ્રમુખ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech