દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની આવતીકાલે થશે ચૂંટણી

  • March 16, 2021 10:27 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીમાં 22 સભ્યો પૈકી 12 બેઠકો મેળવી ભાજપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના અસ્તિત્વ બાદ યોજાયેલી આ બીજી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે 10 બેઠક સાથે કોંગ્રેસ મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની આ બીજી સામાન્ય ચૂંટણી બાદ આગામી પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેના હોદ્દેદારોની વરણી આવતીકાલે બુધવારે સવારે 11 વાગ્યે અત્રે જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજવામાં આવનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના વર્ષોમાં જિલ્લા પંચાયતમાં સભ્યોની ખેંચ-તાણ વચ્ચે સખળડખળ રહ્યું હતું. પરંતુ આ વખતે ભાજપને સ્પષ્ટ બહુમતી વચ્ચે ભાજપના સભ્ય પ્રમુખ-ઉપપ્રમુખ આ હોદ્દા પર બિરાજમાન થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે આ વખતે અનુસૂચિત જનજાતિ મહિલા અનામતની રિઝર્વ બેઠક હોય આ માટે, સણખલા બેઠક ઉપર વિજેતા બન્યા હતા અને એકમાત્ર સભ્ય રાજીબેન વીરાભાઈ મોરી પ્રમુખ તરીકે તથા જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ પી.એસ. જાડેજાના પુત્રવધુ રિદ્ધિબા જાડેજા સંભવીત રીતે ઉપપ્રમુખ પદનો ચાર્જ સંભાળશે તેમ જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS