ખર્ચનો પ્રથમ હિસાબ રજૂ નહીં કરનાર અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચની નોટિસ

  • April 25, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉમેદવારી પત્ર ભરાય અને મતદાન થાય ત્યાં સુધીમાં જુદા જુદા રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષોએ તેમના ચૂંટણી ખર્ચના હિસાબો ત્રણ વખત નક્કી કરેલી તારીખે રજૂ કરવાના હોય છે. આ મુજબ ખર્ચના હિસાબો પ્રથમ વખત રજૂ કરવાની ગઈકાલે તારીખ હતી અને તેમાં અપક્ષ ઉમેદવાર ભાવેશભાઈ પીપળીયાએ ખર્ચના હિસાબો રજૂ કર્યા ન હોવાથી ચૂંટણી પંચે તેને નોટિસ ફટકારી છે.
ભાજપના પુષોત્તમ પાલાએ ખર્ચના મામલે રજૂ કરેલી વિગત મુજબ તેમણે અત્યાર સુધીમાં ચૂંટણી પ્રચારને લગતા ૩૭ જુદા જુદા કાર્યક્રમો યોયા છે અને તેમાં ૫,૬૫,૪૨૩ નો ખર્ચ કર્યેા છે.
કોંગ્રેસના પરેશભાઈ ધાનાણીએ અત્યાર સુધીમાં ચૂંટણી પ્રચારને લગતા ચાર કાર્યક્રમમાં કર્યા છે અને તેમને પોતાનો કુલ ખર્ચ ૧,૮૪,૦૦૮ દર્શાવ્યો છે.
બહત્પજન સમાજ પાર્ટીના ચમનભાઈ સિંધવે માત્ર એક કાર્યક્રમ યોયો હતો અને તેનો ખર્ચ ૨૬,૫૦૦ દર્શાવ્યો છે. અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો જીેશભાઈ મહાજને ૨૫,૮૫૦ પ્રકાશભાઈ સિંધવે ૧૩,૩૫૦ નયનભાઈ ઝાલાએ ૨૬,૩૦૦ વિરલભાઈ અજાગીયાએ ૨૬,૮૦૦, ભાવેશભાઈ આચાર્યએ ૨૫,૬૦૦ નો ખર્ચ બતાવ્યો છે. આ તમામ અપક્ષ ઉમેદવારોએ એક એક કાર્યક્રમ કર્યેા હોવાનું જણાવ્યું છે.
ચૂંટણી પંચે નક્કી કરેલા શેડુલ મુજબ આગામી તારીખ ૨૯ ના રોજ બીજા તબક્કાનો અને તારીખ ૪ મેના રોજ ત્રીજા તબક્કાનો ચૂંટણી ખર્ચનો હિસાબ પચં દ્રારા નિયત કરવામાં આવેલા પત્રકમાં રજૂ કરવાનો રહેશે. જો કોઈ ઉમેદવાર વિજેતા જાહેર થાય તેમણે તેના સરઘસ સહિતના ખર્ચા પણ ઉમેરવાના હોય છે અને આવા વિજેતા ઉમેદવારે પરિણામ જાહેર થયા પછી પણ વધુ એક વખત પોતાના ખર્ચનો અંતિમ હિસાબ રજૂ કરવાનો હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application