ભારતના ચૂંટણી પચં દ્રારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ આફિસર્સની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકુળ મતદાર કાપલી બનાવવા જેવી વિવિધ ત્રણ પહેલ શ કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પચં દ્રારા મતદાર યાદીને અધતન અને ક્ષતિરહિત બનાવવા સમયાંતરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવા મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦ તથા મૃત્યુ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ (૨૦૨૩માં સુધારેલો)ના આધારે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી મૃત્યુ નોંધણીની માહિતી પ્રા કરવામાં આવશે. મતદાર નોંધણી અધિકારીઓને સમયસર આ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની બૂથ લેવલ આફિસર્સ દ્રારા સ્થળ મુલાકાત કરી પુષ્ટ્રી કરવામાં આવશે.
આ ઉપરાંત મતદારોને પોતાના મતદાન કેન્દ્રની માહિતી સરળતાથી મળી રહે તથા મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદાર કાપલીની ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવશે. આ નવી ડિઝાઈનની મતદાર કાપલીમાં મતદારનો સીરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ્ર રીતે દર્શાવવામાં આવશે.
ચૂંટણી તત્રં અને મતદારો વચ્ચેની કડીપ બૂથ લેવલ આફિસર્સ મતદાર યાદીને લગતી કામગીરી માટે ડોર–ટુ–ડોર કેમ્પેઈન માટે મતદારોના ઘરે જતા હોય છે. મતદાર નોંધણી અને ચકાસણી અભિયાન દરમિયાન નાગરિકો પોતાના બૂથ લેવલ આફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ અંતર્ગત મતદાર નોંધણી અધિકારી દ્રારા નિયુકત પ્રત્યેક બૂથ લેવલ આફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં ચૂંટણી કમિશનર ડો. સુખબીર સિંહ સંધુ અને ડો. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલી મુખ્ય નિર્વાચન અધિકારીઓની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન ઘર્ષણની પરિસ્થિતિના પગલે જામનગરના પગડિયા માછીમારોની હાલત કફોડી બની
May 13, 2025 01:54 PMધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech